હિંમતનગર-ઇડર સ્ટેટ હાઈવે પર અકસ્માત બાદ કાર આગમાં લપેટાઇ, ચાલકનો બચાવ, જુઓ

હિંમતનગર ઈડર સ્ટેટ હાઈવે પર વહેલી સવારે એક કાર લાકડાં ભરેલા ટેમ્પો સાથે અથડાઈ હતી. અન્ય વાહનની અડફેટે ચડ્યા બાદ કાર ટેમ્પોના પાછળના ભાગે અથડાઈને સળગી ઉઠી હતી. ઘટનામાં હિંમતનગરના વીરપુર ગામના ઈજાગ્રસ્ત કાર ચાલકને ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

| Updated on: Feb 17, 2024 | 3:36 PM

હિંમતનગરના વીરપુર ગામના દીપક પ્રજાપતિ શિક્ષિકા પત્નિને શનિવાર હોઇ વહેલી સવારની શાળા હોવાને લઈ મુકવા માટે ઇડર ગયા હતા. કાર લઈને ઇડર જઈને પરત ફરવા દરમિયાન રસ્તામાં નેત્રામલી નજીક અકસ્માત નડ્યો હતો. અજાણ્યા વાહનની અડફેટે કાર ચડતાં અકસ્માત સર્જાયો હતો. દીપક પ્રજાપતિની કાર આગળ જતા ટેમ્પોના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી અને એકાએક જ આગમાં લપેટાઈ ગઈ હતી.

આ પણ વાંચો: IND vs ENG: રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 10 ખેલાડીઓથી રમશે! ICCનો આ નિયમ બન્યો પડકાર

જોકે સદનસીબે કાર ચાલક બહાર નિકળી જવામાં સફળ રહેતા રાહત સર્જાઈ હતી. જોકે આગે આખીય કારને લપેટી લેતા સળગીને ખાખ થઈ ગઇ હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી. જોકે ત્યાં સુધીમાં કાર મોટે ભાગે સળગીને ખાક થઈ ચૂકી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધારાના સંકેત
આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધારાના સંકેત
ગુજરાતવાસીઓ ઠંડી સહન કરવા થઈ જાવ તૈયાર
ગુજરાતવાસીઓ ઠંડી સહન કરવા થઈ જાવ તૈયાર
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
g clip-path="url(#clip0_868_265)">