AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા: મહાઠગ વિરાજ પટેલના 9 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ પુછપરછમાં થઇ શકે છે અનેક ખુલાસા, જુઓ વીડિયો

વડોદરા: મહાઠગ વિરાજ પટેલના 9 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ પુછપરછમાં થઇ શકે છે અનેક ખુલાસા, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2023 | 10:22 AM
Share

નકલી CMOની ઓળખ આપી ઠગાઈ અને મોડેલ સાથે દુષ્કર્મના કેસમાં જેલમાં કેદ વિરાજને કોર્ટમાં રજૂ કરાયો હતો. આ સમયે જાપ્તા ટુકડીના કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહની મદદથી વિરાજ પટેલ ભાગી છુટ્યો હતો. જો કે ક્રાઈમ બ્રાંચ અને PCBએ બે દિવસ પૂર્વે આરોપીને આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપી પાડ્યો હતો.

વડોદરા: મહાઠગ વિરાજ પટેલની પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે. બોગસ CMO બની ઠગાઈ કરનાર વિરાજ પટેલના કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરા પોલીસની પૂછપરછમાં વિરાજ પટેલે કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહની મદદથી ભાગી છૂટ્યાનું કબૂલ કર્યું છે.

નકલી CMOની ઓળખ આપી ઠગાઈ અને મોડેલ સાથે દુષ્કર્મના કેસમાં જેલમાં કેદ વિરાજને કોર્ટમાં રજૂ કરાયો હતો. આ સમયે જાપ્તા ટુકડીના કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહની મદદથી વિરાજ પટેલ ભાગી છુટ્યો હતો. જો કે ક્રાઈમ બ્રાંચ અને PCBએ બે દિવસ પૂર્વે આરોપીને આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપી પાડ્યો હતો.

કોન્સ્ટેબલની મદદથી ફરાર થયાની કબૂલાત

વડોદરા પોલીસની પૂછપરછમાં વિરાજ પટેલે કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહની મદદથી ભાગી છૂટ્યાનું કબૂલ કર્યું છે. જે બાદ ગોત્રી પોલીસે કોન્સ્ટેબલની હિતેન્દ્રસિંહની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. વિરાજ ફરાર થયા બાદ પોલીસ તેને શોધી રહી હતી. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે વિરાજ પટેલ પૂર્વોત્તરના કોઈ રાજ્યમાં છુપાયો છે. જેથી પોલીસે આસામ અને મિઝોરમ સહિતના વિવિધ વિસ્તારોમાં આ માટે ટીમો મોકલી હતી.

આ પણ વાંચો-અમદાવાદ : LD એન્જિનિરિંગની મેસમાં ભાવ વધારો, NSUIના કાર્યકરોએ થાળી વગાડી દર્શાવ્યો વિરોધ, જુઓ વીડિયો

આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપાયો

આખરે પોલસની મહેનત રંગ લાવી અને નકલી CMO વિરાજ પટેલને આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.નવેમ્બર મહીનામાં ઠગબાજ વિરાજ પટેલ પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">