AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : LD એન્જિનિરિંગની મેસમાં ભાવ વધારો, NSUIના કાર્યકરોએ થાળી વગાડી દર્શાવ્યો વિરોધ, જુઓ વીડિયો

NSUIના દાવા સામે જો કે પ્રસાશને દાવો કર્યો છે કે કરાર મુજબ 60 રૂપિયા જ લઈ શકાય છે. એલડી એન્જિનિયરિંગ કોલેજની મેસમાં એક ડિશનો ભાવ ત્રણ મહિનામાં 55 થી વધારી 70 રૂપિયા કરી દેવાતા NSUI કાર્યકરોએ થાળી-ચમચી ખખડાવી ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો હતો. 

અમદાવાદ : LD એન્જિનિરિંગની મેસમાં ભાવ વધારો, NSUIના કાર્યકરોએ થાળી વગાડી દર્શાવ્યો વિરોધ, જુઓ વીડિયો
Narendra Rathod
| Edited By: | Updated on: Dec 06, 2023 | 9:58 AM
Share

અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી અને જૂની અમદાવાદની એલડી એન્જીનીયરીંગ કોલેજની મેસમાં પ્રતિ થાળી ભોજનમાં ભાવ વધારો થતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે.  NSUI ના કાર્યકરોએ થાળી વગાડીને આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. NSUI એ દાવો કર્યો છે કે ત્રણ મહિના પૂર્વે જે થાળી ના 55 રૂપિયા હતા તે વધારીને 70 રૂપિયા કરી દેવાયો છે.

ભાવ ત્રણ મહિનામાં 55 થી વધારી 70 રૂપિયા કરાયાનો દાવો

NSUIના દાવા સામે જો કે પ્રસાશને દાવો કર્યો છે કે કરાર મુજબ 60 રૂપિયા જ લઈ શકાય છે. એલડી એન્જિનિયરિંગ કોલેજની મેસમાં એક ડિશનો ભાવ ત્રણ મહિનામાં 55 થી વધારી 70 રૂપિયા કરી દેવાતા NSUI કાર્યકરોએ થાળી-ચમચી ખખડાવી ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો હતો.  NSUI એ દાવો કર્યો કે એલડી એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનમાં પ્રતિ થાળી ભાવ કરાર કરતા વધારે લેવામાં આવી રહ્યો છે.

ભાવ વધારો પરત ખેંચવા માગ કરાઇ

NSUI એ કેન્ટીન અને ત્યારબાદ એલડી એન્જીનીયરીંગ કોલેજ પ્રસાશનને રજુઆત કરી ભાવ વધારો પરત ખેંચવા માગ કરી છે. NSUI એ જણાવ્યું કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પોસાય એટલી ફીમાં ભોજન મળવું જોઈએ. ત્રણ મહિના પૂર્વે જે થાળી ના 55 રૂપિયા હતા તે વધારી 70 કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો-ગીર સોમનાથના વેરાવળમાં ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદી શકાશે ફ્લેટ,જાણો શું છે વિગત

અલગ અલગ કોન્ટ્રાટર્સને અપાયો છે કોન્ટ્રાક્ટ

NSUIના દેખાવો બાદ એલડી એન્જીનીયરીંગ કોલેજ પ્રસાશને સ્પષ્ટતા કરી કે નવેમ્બર 2023 થી એલડી એન્જિનિયરિંગની ત્રણ મેસ માટે અલગ અલગ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે મુજબ તેઓ પ્રતિ થાળી એક વર્ષ સુધી 60 રૂપિયા ભાવ જ લઈ શકે, એનાથી વધારે ભાવ ના લઈ શકે.

એલ ડી એન્જીનીયરીંગ કોલેજના પ્રસાશકોએ જણાવ્યું કે જો કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરાર કરતા વધારે રૂપિયા લેવામાં આવતા હશે, તો તેમની સામે કરાર ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">