Vadodara Video : ગોત્રીના શ્રીનાથજી કોમ્પલેક્સમાં 8 વ્યક્તિએ વેપારી પર કર્યો હુમલો, મારામારીની ઘટના CCTVમાં કેદ
વડોદરાના ગોત્રીની શ્રીનાથજી કોમ્પલેક્સમાં 8 વ્યક્તિએ વેપારી પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. અસામાજિક તત્વોએ વેપારી સાથે કરેલી મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ છે.દુકાન પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો દારૂ પીને હેરાન કરતા હોવાનો આક્ષેપ વેપારીએ કર્યો છે. કટલરીની દુકાન ધરાવતી મહિલા સાથે પણ ગેરવર્તણૂક કરી હોવાનું સામે આવ્યુ છે.
Vadodara : રાજ્યમાં અવારનવાર અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળતો હોય છે. ત્યારે વડોદરામાં ફરી એકવાર અસામજિક તત્વો બેફામ બન્યા છે. વડોદરાના ગોત્રીની શ્રીનાથજી કોમ્પલેક્સમાં 8 વ્યક્તિએ વેપારી પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. અસામાજિક તત્વોએ વેપારી સાથે કરેલી મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ છે.
આ પણ વાંચો : Vadodara Breaking Video : પાદરા જંબુસર હાઈવે પર ટ્રકમાં લાગેલી આગમાં ટ્રક બળીને ખાખ, જો કે ડ્રાઈવર અને ક્લિનરનો બચાવ
દુકાન પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો દારૂ પીને હેરાન કરતા હોવાનો આક્ષેપ વેપારીએ કર્યો છે. કટલરીની દુકાન ધરાવતી મહિલા સાથે પણ ગેરવર્તણૂક કરી હોવાનું સામે આવ્યુ છે. અસામાજિક તત્વો વારંવાર દારુ પીને હેરાન કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
તો બીજી તરફ આ અગાઉ દેવભૂમિદ્વારકાના ભાણવડમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. ભાણવડના ગડુ ગામે જમીનના શેઢા બાબતે એક જૂથના લોકોએ ધોકા, પાઈપ અને ધારિયા વડે હુમલો કરતાં 2 મહિલા સહિત 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઘટનાને લઈ પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
