AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યના 6 પોલીસ અધિકારીઓને ઉત્કૃષ્ટ સેવા મેડલથી કરાશે સન્માનિત, કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા કરાઈ જાહેરાત

રાજ્યના 6 પોલીસ અધિકારીઓને ઉત્કૃષ્ટ સેવા મેડલથી કરાશે સન્માનિત, કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા કરાઈ જાહેરાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 8:23 PM
Share

Honour: રાજ્યના 6 પોલીસ અધિકારીઓને ઉત્કૃષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. જેમા IG અભય ચુડાસમા, IG ગિરીશ સિંઘલ, DyCP ઉષા રાડા, DyCP સાગર બગમાર ACP રાજેન્દ્ર સરવૈયા, અને ACP ભૂપેન્દ્ર દવેને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાશે.

ગુજરાત રાજ્યના 6 પોલીસ અધિકારી (Police Officer) ને ઉત્તમ કામગીરી બદલ ઉત્કૃષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. જેમા IGP અભય ચુડાસમા, IGP ગિરીશ સિંઘલ, DyCP ઉષા રાડા, DyCP સાગર બગમાર,  ACP રાજેન્દ્ર સરવૈયા, અને ACP ભૂપેન્દ્ર દવેને ગૃહમંત્રાલય દ્વારા ચંદ્રક આપી સન્માનિત કરવામાં આવશે.  આ 6 પોલીસ અધિકારી સહિત દેશભરના 151 પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહવિભાગ દ્વારા  ચંદ્રક આપી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

15મી ઓગષ્ટે આ તમામ પોલીસ અધિકારીઓને ચંદ્રક એનાયત કરવામાં આવશે, સ્વતંત્રતા પર્વના દિવસે આ મેડલ એનાયતનો કાર્યક્રમ યોજાય છે અને પોલીસકર્મીઓને તેમની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ચંદ્રક આપી સન્માનિત કરવામાં આવે છે. જેમા આ વર્ષે ગુજરાતના પોલીસ અધિકારીને મેડલ મળવાના છે.

દેશના 151 પોલીસ અધિકારીઓને કરાશે સન્માનિત

આ મેડલ અંગેનું નોટિફિકેશન કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યુ છે. જેમા 151 પોલીસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવશે. રાજ્યના જે 6 પોલીસ અધિકારીઓ છે તેમા IGP અભય ચુ઼ડાસમા, IGP ગિરીશકુમાર સિંઘલ, DyCP ઉષા રાડા અને DyCP સાગર બગમાર, ACP રાજેન્દ્ર સરવૈયા અને ACP ભૂપેન્દ્ર દવેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પોતાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મેડલથી સન્માનિત થનારા દેશભરના 151 પોલીસ અધિકારીઓમાં રાજ્યોની વાત કરીએ તો ગુજરાતના 6, બિહારના 6 હરિયાણાના 4, આસામના 4, આંધ્રપ્રદેશના 5, છત્તીસગઢના 3, કર્ણાટકના 6, કેરલના 8, મધ્યપ્રદેશના 10, મહારાષ્ટ્રના 8, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ,ત્રિપુરા, અરૂણાચલ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 1-1 પોલીસ અધિકારીઓ છે જ્યારે ઓડિસાના 4, રાજસ્થાનના 8, તમિલનાડુના 5, તેલંગાણાના 5, ઉત્તરપ્રદેશના 10, પશ્ચિમ બંગાલના 8, દિલ્હીના 6, કેન્દ્રશાસિત પ્રદેશ અંદામાન નિકોબારના 1, દાદરા નગર હવેલીના 1, પુડ્ડુચેરીના 1, NIAના 8 અને CBIના 9 અધિકારીઓને ઉત્કૃષ્ટ સેવા મેડલ આપી સન્માનિત કરવામા આવશે.

ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા- ગાંધીનગર

 

Published on: Aug 12, 2022 04:24 PM
g clip-path="url(#clip0_868_265)">