AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: રાજ્યના 13 જિલ્લાના 48 તાલુકામાં 555 ટીમે માવઠા અંગે સર્વે કર્યો, 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય મળશે

Gujarati Video: રાજ્યના 13 જિલ્લાના 48 તાલુકામાં 555 ટીમે માવઠા અંગે સર્વે કર્યો, 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય મળશે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 11:51 PM
Share

જામનગરમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેતીવાડી, સિંચાઈ અંગે બેઠક કરી રાજ્યના 13 જિલ્લાના 48 તાલુકામાં 555 ટીમે માવઠા અંગે સરવેને લઈ વાત ચિત કરી હતી. તેમને જણાવ્યુ કે SDRFના નિયમ મુજબ 33 ટકાથી વધુ નુકસાનની સહાય આપવામાં આવશે.

રાજ્યમાં માવઠાને પગલે 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય મળશે તેવું કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યુ છે. અસરગ્રસ્ત 13 જિલ્લાના 48 તાલુકામાં 555 ટીમે પાક નુકસાનીનો સરવે કર્યો છે અને SDRFના નિયમ મુજબ 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તે ખેડૂતોને સહાય મળશે. અસરગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે TDOનો સંપર્ક કરવાનો રહેશે.

માવઠાને કારણે મોટાભાગના ખેડૂતોને નુકશાન થયું હોવાની વાત સામે આવી હતી. જે બાદ સરકાર દ્વારા સરવે પણ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે એચએએલ બેઠક જામનગર ખાતે મળી હતી તે દરમ્યાન રાજ્યના કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય મળશે.

આ પણ વાંચો : જામનગરમાં પ્રિમોન્સૂનની કામગીરી પર સવાલ, વિરોધપક્ષે શાસકપક્ષ પર લગાવ્યા આક્ષેપ

ખેડૂતોની અરજી મળ્યા બાદ તેમના ખાતામાં જ સહાયની રકમ જમા થઈ જશે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જામનગરમાં ખેતીવાડી અને સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તો જમીન રિ-સરવે મુદ્દે રાઘવજી પટેલે કહ્યું કે જામનગર જિલ્લામાં એક પણ અરજી પેન્ડિંગ નહીં રહે. અધિકારીઓને તાત્કાલિક જમીન રિ-સરવે અંગે કામ કરવાના આદેશ આપ્યા છે.

જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 27, 2023 11:49 PM
g clip-path="url(#clip0_868_265)">