Gujarati Video: જામનગરમાં પ્રિમોન્સૂનની કામગીરી પર સવાલ, વિરોધપક્ષે શાસકપક્ષ પર લગાવ્યા આક્ષેપ

જામનગરમાં પ્રિમોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. વિરોધપક્ષે શાસકપક્ષ પર આક્ષેપ લગાવ્યા છે. પ્રિમોન્સૂનની યોગ્ય કામગીરી ન થઈ હોવાના આરોપ સાથે વિરોધપક્ષે સ્થળ મુલાકાત કરી હતી. કેનાલમાં સફાઈ ન થઈ હોવાના વિરોધપક્ષે આક્ષેપ લગાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 10:35 PM

Jamnagar: રાજ્યમાં થોડા જ દિવસોમાં ચોમાસું આવી જશે. ચોમાસા પહેલા રાજ્યના વિવિધ શહેરોમાં પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકામાં પણ આશરે 1.20 કરોડના ખર્ચે પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરાશે. જો કે હજી આ કામગીરી શરૂ પણ નથી થઈ અને વિપક્ષ તરફથી શાસકપક્ષ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વિરોધપક્ષનો આરોપ છે કે મનપા તરફથી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કેનાલોની યોગ્ય સફાઈ કરવામાં નથી આવી. આ માટે વિરોધપક્ષે સ્થળ તપાસ કરીને મનપાની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો : ભૂજની ગીતા માર્કેટમાં ક્લોરિનનો સિલિન્ડર લીકેજ, ત્રણ લોકોને ગંભીર રીતે અસર, જુઓ CCTV

આ તરફ મનપાના અધિકારીનું જણાવવું છે કે શહેરના કુલ 11 સ્થળોએ આશરે 40 કીમીના વિસ્તારમાં પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવશે. જેના માટે પાલિકાની ટીમને કામની સોંપણી કરીને નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જેના માટે વિવિધ એજન્સીઓને ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી સોંપવામાં આવી છે. અધિકારીની જણાવ્યા પ્રમાણે આ વખતે માત્ર પ્રિમોન્સૂન જ નહીં પણ વરસાદ બાદ પણ કામગીરીઓ કરવામાં આવશે.

જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">