ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાર વાગે સુધીમાં 45 ટકા મતદાન

ગુજરાતમાં ચાર વાગે સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ 44 ટકા, મધ્ય ગુજરાતમાં 42 ટકા, દક્ષિણ ગુજરાત 42 ટકા અને ઉત્તર ગુજરાત 46 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 4:34 PM

ગુજરાતમાં(Gujarat)  ગ્રામ પંચાયતની ચૂંટણીમાં(Gram Panchayat Election)  ચાર વાગે સુધીમાં સરેરાશ 45 ટકા જેટલું મતદાન(Voting)  નોંધાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ 44 ટકા, મધ્ય ગુજરાતમાં 42 ટકા, દક્ષિણ ગુજરાત 42 ટકા અને ઉત્તર ગુજરાત 46 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જયારે જ્યારે ગુજરાતમાં બપોરે ત્રણ વાગે સુધીમાં સરેરાશ 33 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ 36 ટકા, મધ્ય ગુજરાતમાં 28 ટકા, દક્ષિણ ગુજરાત 31 ટકા અને ઉત્તર ગુજરાત 33 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

જેમાં બપોરે 2 વાગે સુધીમાં સરેરાશ 29 ટકા જેટલું મતદાન નોંધાયું હતું તેમજ લોકોમાં બપોર બાદ મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીના ચિત્ર પર નજર કરીએ તો, કુલ 23 હજાર 97 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાંથી 6 હજાર 656 મતદાન મથકો સંવેદશીલ છે, તો 3 હજાર 74 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. તો કુલ 10 હજાર 812 ગ્રામ પંચાયતમાંથી 1 હજાર 167 ગ્રામ પંચાયતો બીનહરિફ થઈ છે. જ્યારે 9 હજાર 669 સભ્ય બીનહરીફ ચૂંટાયા છે. તો 6 હજાર 446 ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ છે. જેમાંથી કુલ 4 હજાર 511 સરપંચ અને 26 હજાર 254 સભ્ય બિનહરીફ થયા છે.

ચૂંટણી પંચની તૈયારીઓની વાત કરીએ તો, મતદાન માટે 37 હજાર 429 મતપેટીઓ ઉપયોગમાં લેવામાં આવી છે. જ્યારે 2 હજાર 546 અધિકારીઓ ચૂંટણીના કામમાં જોડાશે. જ્યારે 2 હજાર 827 મદદનીશ ચૂંટણી અધિકારીઓ મોરચો સંભાળશે. આ સિવાય 1 લાખ 37 હજાર 466 પોલીંગ સ્ટાફ અને 51 હજાર 747 પોલીસ સ્ટાફ ખડેપગે છે.

આ પણ વાંચો : સાણંદના બોળ ગામના બે ઉમેદવારો બન્યા આકર્ષણનું કેન્દ્ર, નામ નહિ નિશાન પર લડવી પડી ચૂંટણી

આ પણ વાંચો :  ગુજરાતમાં ત્રણ વાગે સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 33 ટકા મતદાન, વલસાડમાં મતદારોમાં ઉત્સાહ

Follow Us:
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
g clip-path="url(#clip0_868_265)">