Mehsana : ગલુડિયાનો નખ વાગતા મહિલાને થયો હડકવા, 44 વર્ષીય મહિલાનું મોત, જુઓ Video
ગુજરાતમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યા છે. ત્યારે મહેસાણામાંથી એક અજીબ ઘટના સામે આવી છે. મહેસાણામાં ગલુડિયાનો નખ વાગવાથી એક મહિલાનું મોત થયું છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખેરાલુના સાગથલા ગામમાં ગલુડિયાનો નખ વાગતા 44 વર્ષીય મહિલાને હડકવા થયો હતો.
ગુજરાતમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યા છે. ત્યારે મહેસાણામાંથી એક અજીબ ઘટના સામે આવી છે. મહેસાણામાં ગલુડિયાનો નખ વાગવાથી એક મહિલાનું મોત થયું છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખેરાલુના સાગથલા ગામમાં ગલુડિયાનો નખ વાગતા 44 વર્ષીય મહિલાને હડકવા થયો હતો. જે બાદ મહિલાનું મોત નિપજ્યું છે. 2 માસ પહેલા મહિલાને ગલુડિયાનો નખ વાગ્યો હતો. બે મહિના બાદ શરીરમાં લકવો થઈ જતા મહિલાનું મોત થયું છે. મહિલાના મૃત્યુ બાદ પરિવારજનોને પણ રસી આપવામાં આવી છે.
સુરતમાં 1 વર્ષની બાળકી પર શ્વાન ત્રાટક્યું !
બીજી તરફ સુરતના કામરેજ તાલુકાના વાવ ગામે શ્વાનના આતંકનો શિકાર 1 વર્ષની બાળકી બની હતી. બાળકી ઘરમાં સુઇ રહી હતી ત્યારે રખડતુ શ્વાન તેના પર ત્રાટક્યું અને બાળકીને ખેંચીને ખેતરમાં લઇ ગયું. ઘટનાની જાણ થતાં જ માતાએ બૂમાબૂમ કરી અને સ્થાનિકોનું ટોળુ શ્વાન પાછળ દોડ્યું. જોકે ખેતર અને જંગલ વિસ્તાર હોવાથી શ્વાન બાળકીને લઇને ભાગી છૂટ્યુ અને બાળકીને છોડાવવામાં લોકોને નિષ્ફળતા મળી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ, FSL અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી. આ ઘટનાને 36 કલાક કરતા વધુ સમય વીતી ગયો છે પરંતુ બાળકી કે શ્વાનનો કોઇ જ અત્તોપત્તો નથી.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો