AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંચમહાલ : ગોધરા-દાહોદ હાઇવે ઉપર બે બસની જોરદાર ટક્કર, ચાર લોકોના મોત, જુઓ વીડિયો

પંચમહાલ : ગોધરા-દાહોદ હાઇવે ઉપર બે બસની જોરદાર ટક્કર, ચાર લોકોના મોત, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 9:26 AM
Share

ગોધરા-દાહોદ હાઇવે ઉપર ખાનગી લકઝરી બસને ભયંકર અકસ્માત નડ્યો છે. વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળકો, એક મહિલા અને એક પુરુષ હોવાનું સામે આવ્યુ છે.

પંચમહાલ જિલ્લામાં આજનો મંગળવાર ગોઝારો સાબીત થયો છે. ગોધરા-દાહોદ હાઇવે ઉપર ખાનગી લકઝરી બસને ભયંકર અકસ્માત નડ્યો છે. વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળકો, એક મહિલા અને એક પુરુષ હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતની ઘટના બનતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ છે.

પંચમહાલ જિલ્લામાં ગોધરા-દાહોદ હાઇવે ઉપર વહેલી સવારે એક ખાનગી લક્ઝરી બસ પસાર થઇ રહી હતી. જો કે આ જ હાઇવે પર અન્ય એક ખાનગી બસનું સમારકામ ચાલી રહ્યુ હોવાથી તે સાઇડમાં ઊભી હતી. જો કે અચાનક જ હાઈવે પર ઉભેલી આ લક્ઝરી બસની પાછળ બીજી એક લક્ઝરી બસ આવીને ટકરાઇ હતી. ટક્કર લાગતા ઊભેલી લક્ઝરી બસ રોડની સાઈડમાં ઉતરી ગઇ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર ચાર મુસાફરોના મોત થયા છે. તો અન્ય કેટલાક મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.

આ પણ વાંચો-ડાંગ : આહવા અને વઘઈ તાલુકામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ હેઠળ મેડિકલ કેમ્પ યોજાયો

મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં મૃત્યુ પામનારમાં બે બાળકો, એક મહિલા અને એક પુરુષ છે. તો ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના વિસ્તારના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. ઘટના બાદ DySP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">