Jamnagar : ફિશરીઝ વિભાગ સાથે છેતરપિંડી ! ખોટા બિલ બનાવી જૂની બોટને નવી દર્શાવી આચર્યું કૌભાંડ, જુઓ Video
જામનગરમાં ફિશરીઝ વિભાગ સાથે છેતરપિંડીની ઘટના સામે આવ્યો છે. માછીમારી સાથે સંકળાયેલ 34 લોકોએ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે. ખોટા બિલ બનાવી જૂની બોટને નવી દર્શાવી છેતરપિંડી આચરી હતી.
જામનગરમાં ફિશરીઝ વિભાગ સાથે છેતરપિંડીની ઘટના સામે આવ્યો છે. માછીમારી સાથે સંકળાયેલ 34 લોકોએ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે. ખોટા બિલ બનાવી જૂની બોટને નવી દર્શાવી છેતરપિંડી આચરી હતી. મળતી માહિતી અનુસાર જૂની બોટને રિબિલ્ટ કરી રજીસ્ટ્રી સર્ટિફિકેટ અને લાયસન્સ મેળવી લીધા હતા. મોટો આર્થિક લાભ મેળવવા તંત્ર સાથે કૌભાંડ આચર્યું છે.
આરોપીઓએ ઓનલાઈન ખોટા દસ્તાવેજો જમા કરી આચરી આર્થિક છેતરપિંડી આચરવામાં આવી હતી. બેડી, રસુલનગર બંદર પર માછીમારી સાથે સંકળાયેલા લોકોએ કાવતરું ઘડ્યું હતું. સિક્કા, સચાણા બંદરો પર માછીમારી સાથે સંકળાયેલા લોકો પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓએ વર્ષ 2017થી 2023 દરમિયાન કૌભાંડ આચર્યું હતું. 34 આરોપી સામે SOGએ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
