AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમા દિવાળી અને નવા વર્ષ દરમિયાન આગના કોલમાં વધારો, પાંચ દિવસમાં 307 કોલ મળ્યા

અમદાવાદમાં દિવાળી પર્વ પહેલા શહેરમાં આગ લાગવાના બનાવો બન્યા. જેમાં દિવાળીના બે દિવસ પહેલા 70 જેટલા આગના બનાવો બન્યા. કેટલાક કૉલ મકાનમાં આગના, ખુલ્લા મેદાનમાં, ગોમતીપુર મેટ્રો વર્કશોપમાં આગનો બનાવ, તેમજ દિલ્હી ચકલા પાસે આર સી કેટલીક સ્કૂલના કમ્પાઉન્ડમાં તેમજ સારંગપુર બ્રિજ નીચે ગેરેજમાં આગ લાગવાનો બનાવ હતો.

અમદાવાદમા દિવાળી અને નવા વર્ષ દરમિયાન આગના કોલમાં વધારો, પાંચ દિવસમાં 307 કોલ મળ્યા
Darshal Raval
| Edited By: | Updated on: Nov 15, 2023 | 9:39 AM
Share

આ વર્ષે અમદાવાદના શહેરીજનોએ મન મુકીને દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી છે. મન મુકીને ફટાકડા પણ ફોડ્યા છે. જેના કારણે શહેરમાં આગ લાગવાના અનેક બનાવ પણ બન્યા છે. જેમાં ચિંતાનો વિષય એ રહ્યો કે આ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ આગ લાગવાના વધુ કૉલ નોંધાયા છે. જોકે સારી બાબત એ રહી કે આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ગત વર્ષ કરતાં વધુ કોલ નોંધાયા

દિવાળી પર્વના પાંચ દિવસમાં અમદાવાદ ફાયર બ્રિગેડને અલગ અલગ 307 જેટલા કોલ મળ્યા છે. જેમાં સૌથી વધુ 12 નવેમ્બર દિવાળી દરમિયાન 136 જેટલા આગ લાગવાના બનાવ બન્યા.તેમાં પણ સૌથી વધુ પશ્ચિમ ઝોનમાંથી કોલ મળ્યાનું સામે આવ્યું છે. તે પછી મધ્ય ઝોન, દક્ષિણ ઝોન અને બાદમાં ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં આગ લાગવાના બનાવ નોંધાયા છે. તેમાં પણ સૌથી વધુ નવરંગપુરા, થલતેજ, પ્રહલાદ નગર, મણીનગર અને નિકોલ ફાયર સ્ટેશનને કોલ એટેન્ડ કર્યા.

સૌથી વધુ કચરા અને લાકડામાં આગના 168 જેટલા બનાવ બન્યા છે, જ્યારે 42 કોલ મકાનમાં આગ લાગવાના, 34 કોલ દુકાનમાં આગ લાગવાના, 18 કોલ ઝાડમાં આગ લાગવાના બન્યા છે. 11 કોલ ફેક્ટરી અને વાહનોમા આગ લાગવાના બન્યા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે દિવાળી દરમિયાન 30થી વધારે અધિકારી અને 350 જેટલા કર્મચારીઓએ 100થી વધુ વાહનો સાથે કામગીરી કરી મોટી દુર્ઘટના થતા ટાળી હતી.

અલગ અલગ વિસ્તારમાં આગના બનાવ

અમદાવાદમાં દિવાળી પર્વ પહેલા શહેરમાં આગ લાગવાના બનાવો બન્યા. જેમાં દિવાળીના બે દિવસ પહેલા 70 જેટલા આગના બનાવો બન્યા. કેટલાક કૉલ મકાનમાં આગના, ખુલ્લા મેદાનમાં, ગોમતીપુર મેટ્રો વર્કશોપમાં આગનો બનાવ, તેમજ દિલ્હી ચકલા પાસે આર સી કેટલીક સ્કૂલના કમ્પાઉન્ડમાં તેમજ સારંગપુર બ્રિજ નીચે ગેરેજમાં આગ લાગવાનો બનાવ હતો.

મોટાભાગની આગ ફટાકડાને કારણે લાગી

આ સિવાય ન્યુ વાસણા વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્ક 3ની પાછળ ખુલ્લા પ્લોટમાં આગ, કાલુપુરમાં રેવડી બજારમાં દુકાનોમાં આગ લાગવાનો બનાવ જ્યારે બારેજા પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો. નવા વર્ષે શહેરમાં થલતેજ ખાતે તાજ હોટેલ પાસે ખુલ્લા પ્લોટમાં કચરો અને લાકડામાં આગ લાગી હતી. જ્યારે રાયખડ રાયપુરમાં પણ ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ તમામ કોલમાં ફાયર બ્રિગેડે સ્થળ પર ત્વરિત પહોંચી આગને મોટી થતા રોકી આગ પર કાબુ મેળવી મોટી ઘટનાઓ થતા ટાળી હતી.

મોટા ભાગની આગ ફટકડાના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. સુરધારા સર્કલ પાસે આવેલ મેપલ ટ્રી ના G બ્લોકમાં બીજા માળે મકાનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં એક ડોકટર દંપતી અને બાળકીને બચાવી લેવાઇ.

ધનતેરસથી બેસતા વર્ષ સુધી આગના કોલ

  • 10 નવેમ્બર 2023 – 39 કોલ
  • 11 નવેમ્બર 2023 – 42 કોલ
  • 12 નવેમ્બર 2023 – 136 કોલ
  • 13 નવેમ્બર 2023 – 38 કોલ
  • 14 નવેમ્બર 2023 – 52 કોલ
  • કુલ – 307 કોલ

ઝોન પ્રમાણે આગના કોલની યાદી

  • મધ્ય ઝોન – 50 કોલ
  • પૂર્વ ઝોન – 34 કોલ
  • પશ્ચિમ ઝોન – 137 કોલ
  • ઉત્તર ઝોન – 41 કોલ
  • દક્ષિણ ઝોન – 45 કોલ
  • કુલ – 307 કોલ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">