ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ: PM મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલની 3 કલાકની રાજકીય બેઠક

ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ: PM મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલની 3 કલાકની રાજકીય બેઠક

| Edited By: | Updated on: Dec 14, 2025 | 10:53 PM

સંગઠનનું નવું માળખું, મંત્રીમંડળમાં ફેરફાર અને સામાજિક સમીક્ષા મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં બેઠકમાં સામેલ થયા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ દિલ્હીની મુલાકાતે છે, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠક છેલ્લા ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

બેઠકનું મુખ્ય કેન્દ્ર પ્રદેશ ભાજપ સંગઠનના નવા માળખાની રચના પર રહ્યું હતું. પ્રદેશ પ્રમુખની વરણીને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ સંગઠનની નવી ટીમની જાહેરાત થઈ નથી, જેના પર PM સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ સિવાય, રાજ્ય સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને રાજ્યની સામાજિક તથા રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થઈ. આ બેઠકને ગુજરાતના રાજકારણ અને સંગઠનમાં નજીકના ભવિષ્યમાં થનારા મોટા ફેરફારોના સંકેત તરીકે જોવામાં આવે છે.

Input Credit-Kinjal-Mishra

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો