Navsari: જાહેર રસ્તા પર જોખમી બાઇક રાઇડિંગ યુવકોને પડી મોંઘી, જુઓ Video
નવસારી શહેરમાં ફરી જોખમી રીતે બાઈક ચલાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શહેરમાં આવેલા ઇટાડવાથી ગણદેવી જતા માર્ગ ઉપર ત્રણ બાઈક ચાલકો બેફામ બાઇક ચલાવતા નજરે ચડ્યા હતા. જિલ્લા ટ્રાફિક પોલીસે આ તમામને ઝડપી પાડ્યા છે.
નવસારીમાં સ્ટંટબાજોનો વીડિયો વાયરલ થયો હતો. પરંતુ ગણતરીના ક્લાકોમાં આ સ્ટંટ બાજોને પોલીસે સબક શિખવાડ્યો છે. નવસારી-ગણદેવી માર્ગ પર 3 યુવકોની સ્ટંટબાજીનો વીડિયો વરાળ થયા બાદ આ તમામને પકડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જેને લઈ ટ્રાફિક પોલીસ સતર્ક બની હતી. ગણતરીના ક્લાકોમાં આ આરોપીને ઝડપીને કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો : ખાખી-બુટલેગર ભાઇ-ભાઇ ! કુખ્યાત બુટલેગરોએ PSI ગોસ્વામી પર ઉડાવ્યા રૂપિયા, જુઓ Video
નવસારીનો આ વીડિયો વાયરલ થતાં તપાસમાં સામે આવ્યુ હતું કે આ ત્રણ યુવાનો ઇ-બાઇકની ડિલિવરી આપવા જતા હતા. જોકે આ બાઇક ચાલકો રસ્તા વચ્ચે બેફામ ગાડી ચલાવી અન્ય લોકોના જીવ તાળવે ચોટયા હતા. જોકે આ બાદ ટ્રાફિક પોલીસે ત્રણેય યુવકોને ઝડપી પાડ્યા. આ તમામ ત્રણેય યુવકો બીલીમોરાના ઇ-બાઇકના શોરૂમમાં નોકરી કરે છે. જે તમામ આરોઈ આર્યન નિલેશભાઈ સોલંકી, હર્ષ જયેશભાઈ પટેલ, સુરજ કુમાર વકીલભાઈ ચૌહાણ તમામને ઝડપી પાડ્યા છે.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
