Mahisagar : કડાણા ડેમમાં પાણીની આવકમાં થયો ઘટાડો, નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું
ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે મહીસાગરના કડાણા ડેમમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની ભારે આવક થઈ હતી. પરંતુ હવે વરસાદનું જોર ઘટતા કડાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે.
ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે મહીસાગરના કડાણા ડેમમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની ભારે આવક થઈ હતી. પરંતુ હવે વરસાદનું જોર ઘટતા કડાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. કડાણાના ડેમના 3 ગેટ 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. મહીસાગર નદીમાં 29 હજાર 385 ક્યુસેક પાણી છોડાયું છે. સુજલામ સુફલામ કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. મહીસાગરના 110 ગામ અને પંચમહાલના 18 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે.
પાટાડુંગરી ડેમ છલકાયો
બીજી તરફ દાહોદના ગરબાડા તાલુકાનો પાટાડુંગરી ડેમની સપાટી 170.90 મીટરે પહોંચી છે. ભારે વરસાદ અને ઉપરવાસથી આવકના કારણે પાટાડુંગરી ડેમ છલકાયો છે. પાટા ડુંગરી ડેમના આ આકાશી દ્રસ્યો નયનરમ્ય નજારો રજૂ કરી રહ્યા છે. ખળખળ વહેતી ખાન નદીના જળ અને ડેમમાં છાલક મારતુ પાણી મનોરમ્ય દ્રશ્યો સર્જે છે. હરિયાણા ખેતરો વૃક્ષો અને લીલુડી ધરતી વચ્ચે છલકતા ડેમનો આ પ્રાકૃતિક નજારો કોઈનું પણ મન મોહી લે તેવો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
