Rain News : નર્મદા ડેમમાં ભારે પાણીની આવક, ડેમના 15 દરવાજા ખોલાયા, કાંઠા વિસ્તારના ગામના લોકોને કરાયા એલર્ટ, જુઓ Video
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાનો સરદાર સરોવર ડેમમાંથી 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાનો સરદાર સરોવર ડેમમાંથી 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં 1 લાખ 67 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે.
હાલમાં ડેમની સપાટી 136.74 મીટરે પહોંચી છે. ભારે વરસાદના પગલે નર્મદાડેમ 94 ટકા ભરાયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 27 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 1.90 મીટર બાકી છે. જેના કારણે ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નદીકિનારાના વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપી છે.
અંકલેશ્વરના 14 સહિત કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ
બીજી તરફ ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. નદીની સપાટી વોર્નિગ લેવલ 22 ફૂટ નજીક પહોંચે એવી સંભાવના છે. તંત્ર દ્વારા અંકલેશ્વરના 14 સહિત કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ આપ્યું છે. કાંઠા વિસ્તારના ગામના લોકોને એલર્ટ રહેવા આદેશ અપાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
