Rajkot : જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ, જુઓ Video
ગુજરાતમાં બેવડીઋતુના કારણે રોગચાળો વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક વાર આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં જગનું મિનરલ પાણી પીનારા લોકોને સાવધાન રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મિનરલના નામે વેચાતા જગનું પાણી સ્વાસ્થ્ય બગાડી શકે છે.
ગુજરાતમાં બેવડીઋતુના કારણે રોગચાળો વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક વાર આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં જગનું મિનરલ પાણી પીનારા લોકોને સાવધાન રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મિનરલના નામે વેચાતા જગનું પાણી સ્વાસ્થ્ય બગાડી શકે છે.
મિનરલ જગના વિક્રેતાઓના ત્યાંથી લેવાયેલા પાણીના 20 નમૂના ફેલ થયા છે. વૈદવાડી વિસ્તારમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં મનપાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મિનરલ વોટરના નામે મળતું કેરબાનું પાણી આરોગ્ય માટે જોખમી ગણાય છે. જગના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. મિનરલ પાણીના જગના વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવાયા હતા. આરોગ્ય વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો !
જો તમે પણ પીવા માટે પાણીના જગ લેતા હોવ તો ચેતી જજો, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાએ તાજેતરમાં જગના પાણીના લીધેલા 20 સેમ્પલ પીવાલાયક ન હોવાનું નીકળતા પાણીની ગુણવત્તાને લઈ સવાલો ઉઠ્યા છે. જે પાણી પીવાલાયક ન હતું તેમાં બેકટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. પાણીમાં વધુ બેક્ટેરિયા પેટના રોગ માટે જવાબદાર હોય છે. તેમજ ઝાડા-ઉલટી ઉપરાંત મલેરિયા જેવા રોગ થવાની શક્યતા વધુ રહેતી હોય છે.
મોટા પ્રમાણમાં પાણીના નમૂના ફેલ થતા એકમોને પાણીનું વિતરણ બંધ કરવાની તાકીદ કરવામાં આવી છે. 7 દિવસની અંદર સુધારો કરી જેમ કે RO અને ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંપૂર્ણ સર્વિસ કરી પૂણ:સંચાલિત કરવાની સૂચના આપી છે. બાદમાં સરકારી લેબનો રિપોર્ટ આપવાની સૂચના કરાઈ છે. જો કોઈ એકમ સૂચના પ્રમાણે કામગીરી નહીં કરે તો એકમને સીલ કરવાની કાર્યવાહી કરાશે.