Breaking News : સુરતમાં પિતાએ મોબાઈલ આપવાની ના કહેતા કિશોરે જીવન ટુંકાવ્યું, જુઓ Video
ગુજરાતમાં દિવસે દિવસે આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે સુરતના પાંડેસરામાં એક કિશોરે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પાંડેસરામાં રહેતા 17 વર્ષના કિશોરને તેના પિતાએ મોબાઈલ આપવાની ના કહેતા આપઘાત કર્યો છે.
ગુજરાતમાં દિવસે દિવસે આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે સુરતના પાંડેસરામાં એક કિશોરે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પાંડેસરામાં રહેતા 17 વર્ષના કિશોરને તેના પિતાએ મોબાઈલ આપવાની ના કહેતા આપઘાત કર્યો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર કિશોર અભ્યાસના બદલે આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો હોવાથી તેના પિતાએ ઠપકો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કિશોર ધોરણ 12માં અભ્યાસ કરતો હોવાથી આ વર્ષે તેની બોર્ડની પરિક્ષામાં સારા ટકા આવે અને અભ્યાસ પર ધ્યાન આપે તે માટે પિતાએ ઠપકો આપ્યો હતો. પિતાએ કિશોરને ઠપકો આપતા તેને ઝેરી દવા પીને મોતને વ્હાલું કર્યું હતુ. જોકે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ કર્યો હતો આપઘાત
બીજી તરફ આ અગાઉ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્સાસ કરતા અભિષેક મિશ્રા નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. તેનો મૃતદેહ એમ. વિશ્વેશ્વરાય હોસ્ટેલમાં મળી આવ્યો હતો. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચે એ પહેલા જ વિદ્યાર્થીનું મોત નિપજી ગયું હતું. વિદ્યાર્થીની બોડીને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
