બોરસદમાં બેકાબૂ થયા મેઘરાજા, 4 કલાકમાં ખાબક્યો 13 ઇંચ વરસાદ, જુઓ વીડિયો
બોરસદમાં માત્ર ચાર જ કલાકમાં અહીં 13 ઈંચ વરસાદ વરસ્યો છે. દિવસ દરમિયાન 14 ઈંચ વરસાદ બોરસદમાં વરસ્યો છે. નર્મદાના તીલકવાડામાં 8 ઈંચ અને વડોદરાના પાદરામાં પોણા 8 ઈંચ વરસાદ વરસ્યો છે. ભરુચમાં સાડા 7 ઈંચ અને નસવાડીમાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં બુધવારે 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના બોરસદમાં વરસ્યો છે. બોરસદમાં માત્ર ચાર જ કલાકમાં અહીં 13 ઈંચ વરસાદ વરસ્યો છે. દિવસ દરમિયાન 14 ઈંચ વરસાદ બોરસદમાં વરસ્યો છે. નર્મદાના તીલકવાડામાં 8 ઈંચ અને વડોદરાના પાદરામાં પોણા 8 ઈંચ વરસાદ વરસ્યો છે. ભરુચમાં સાડા 7 ઈંચ અને નસવાડીમાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો.
બોરસદમાં ભારે વરસાદને પગલે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યારે અનાજ ગોડાઉન સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદને લઈ બોરસદમાં માર્ગો પર પણ પાણી ભરાયા હતા. આમ ચારેકોર બોરસદમાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: સાબરકાંઠામાં તસ્કરો બેફામ બન્યા, હોસ્પિટલ સહિત 9 સ્થળે તાળા તૂટ્યા, જુઓ CCTV વીડિયો
Latest Videos
Latest News