માર્ગો પર ફરી વળેલા પૂરના પાણીમાં વાહન ફસાતા-તણાતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
10 જેટલા સ્ટેટ હાઈવે હાલમાં બંધ છે તેમાં, મોરબીમાં એક, બોટાદ અને સુરેન્દ્રનગરમાં બે-બે, ભાવનગરમાં પાંચ રસ્તા બંધ છે. અન્ય જે માર્ગો બંધ છે તેમાં સુરેન્દ્રનગરમાં 2, ભાવનગરમાં 11, બોટાદમાં 10, અમરેલીમાં 5 રસ્તા બંધ છે.
ગુજરાતમાં ગઈકાલ સોમવારથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસુ બેસી ગયુ. ચોમાસાના પ્રારંભે જ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમા 10 ઈંચ સુધીનો વરસાદ વરસતા સ્થિતિ કફોડી બની છે. ભારે વરસાદને પગલે, વિવિધ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. જેના કારણે વહીવટીતંત્રે સાવચેતી ખાતર વાહનવ્યવહાર અટકાવી દેવાની ફરજ પડી છે.
ગુજરાતમા ચોમાસાની શરૂઆત સાથે વરસેલા ભારે વરસાદથી, રાજ્યના વિવિધ તાલુકાઓમાં કુલ 134 માર્ગો સાવચેતી ખાતર બંધ કરાયા છે. જેમાં 10 સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળતા કે અન્ય કોઈ કારણોસર વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. તો 28 અન્ય માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. પંચાયત હસ્તકના કુલ 95 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. ભાવનગરમાંથી પસાર થતો 1 નેશનલ હાઈવે ભારે વરસાદને કારણે બંધ કરાયો છે.
10 જેટલા સ્ટેટ હાઈવે હાલમાં બંધ છે તેમાં, મોરબીમાં એક, બોટાદ અને સુરેન્દ્રનગરમાં બે-બે, ભાવનગરમાં પાંચ રસ્તા બંધ છે. અન્ય જે માર્ગો બંધ છે તેમાં સુરેન્દ્રનગરમાં 2, ભાવનગરમાં 11, બોટાદમાં 10, અમરેલીમાં 5 રસ્તા બંધ છે. પંચાયત હસ્તકના કુલ 95 રસ્ત બંધ છે તેમાં નવસારીમાં 1, રાજકોટમાં 2, મોરબીમાં 1, સુરેન્દ્રનગરમાં 6, ભાવનગરમાં 49, બોટદામાં 15, અમરેલીમાં 21 રસ્તાઓ બંધ છે. ભાવનગરમાંથી પસાર થતો એક નેશનલ હાઈવે પણ બંધ છે.
તો બીજી બાજુ, મુખ્ય પ્રધાને આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પહોચીને તાકીદની બેઠક યોજી હતી. જેમાં વરસાદને કારણે ઊભી થયેલ સ્થિતિની સમિક્ષા કરી હતી. સાથોસાથ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી હાલની સ્થિતિએ જે માર્ગો બંધ છે તે માર્ગોને સત્વરે પુનઃ કાર્યરત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી હતી.
ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. ગુજરાતના અનેક તાલુકામાં વરસાદ વરસ્યો છે. વરસાદને લગતા તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.