વિડીયો : ન્યુ ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા 13 યુવક યુવતીઓ રંગે હાથ ઝડપાયા

ન્યુ ગાંધીનગર વિસ્તારની સ્વાગત એફોર્ડ સોસાયટીમાં બર્થડે પાર્ટીની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ માણતા કર્ણાવતી ડેન્ટલ કૉલેજના 13 યુવક-યુવતી પકડાયા છે.

ગાંધીનગરમાં (Gandhinagar) મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા યુવક-યુવતીઓ દારૂની મહેફિલ(Liquor Party)માણતા રંગેહાથ ઝડપાયા છે. આ ઘટના ન્યુ ગાંધીનગર (New Gandhinagar) વિસ્તારની છે. જ્યાં સ્વાગત એફોર્ડ(swagat Afford)સોસાયટીમાં બર્થડે પાર્ટીની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ માણતા કર્ણાવતી ડેન્ટલ કૉલેજના 13 યુવક-યુવતી પકડાયા છે.

ઈન્ફોસિટી પોલીસે 13 ભાવિ ડૉક્ટર્સની ધરપકડ કરી છે. તમામ દારૂના નશામાં ચૂર થઈ પાર્ટી કરી રહ્યા હતા અને જોરજોરથી મ્યુઝિક વગાડતા હતા. નશામાં ચકચૂર યુવક-યુવતીઓનો શોરબકોર અને મ્યુઝિક સાંભળીને સ્થાનિકો ફ્લેટમાં ધસી આવ્યા હતા.. અને નબીરાઓને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને કંટ્રોલ રૂમમાંથી વરધી મળેલી કે સ્વાગત એફોર્ડ સોસાયટી ફ્લેટ નં એક્સ-501માં કેટલાક છોકરા અને છોકરીઓ ભેગા મળી જોરજોરથી સ્પિકર વગાડી અવાજ કરે છે. જેને પગલે પીઆઈ પી.પી. વાઘેલાની સૂચનાથી શેતાનસિંહ દશરથસિંહ સહિતના સ્ટાફના માણસો સ્થળ પર પહોંચી ગયા હતા.

જ્યાં ફ્લેટ નં એક્સ 501માં છોકરા છોકરીઓ દારૂના નશામાં મળી આવ્યા હતા. જેમાં એક યુવતી દારૂના નશામાં ચકચૂર થઈને પલંગ પર પડી હતી. ઉપરાંત નમકીનના પડીકા તથા ઇંગ્લિશ દારૂની ખાલી કાચની બોટલ અને પ્લાસ્ટીકના ગ્લાસ પણ મળી આવ્યા હતા

પોલીસે દારૂના નશામાં ચૂર યુવક-યુવતીઓની પૂછપરછ કરતાં તેઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ યુવક-યુવતીઓ ગુજરાત બહારના હોવાનું સામે આવ્યું છે.. તમામ સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં પણ NEET-PG કાઉન્સેલિંગ મુદ્દે રેસિડેન્ટ તબીબોનો વિરોધ

આ પણ વાંચો : કોરોનાના નવા વેરીઅન્ટને લઈને WHO એ આપી ચેતવણી – સંક્રમણના વધતા કેસ અને નવા સ્વરૂપને ધ્યાનમાં રાખીને સાવચેત રહો

  • Follow us on Facebook

Published On - 7:27 am, Sun, 28 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati