AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ચિત્ર થયું સ્પષ્ટ, ઢગલાબંધ સીટો બિનહરીફ, જુઓ આંકડા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ઉમેદવારી પાછી ખેંચાયા બાદ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

Breaking News : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ચિત્ર થયું સ્પષ્ટ, ઢગલાબંધ સીટો બિનહરીફ, જુઓ આંકડા
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 15, 2026 | 7:18 PM
Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ચિત્ર લગભગ સ્પષ્ટ બન્યું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં વિવિધ સ્તરે ચૂંટણીનો તાપ વધ્યો છે અને રાજકીય પક્ષો સાથે સ્વતંત્ર ઉમેદવારો પણ મેદાનમાં જોરશોરથી ઉતર્યા છે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે કુલ 3508 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. નોંધનીય છે કે અંતિમ ક્ષણે 70 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા અંતિમ યાદીમાં સ્પર્ધા વધુ સ્પષ્ટ બની છે. હવે દરેક વોર્ડમાં ત્રિકોણીય અને કેટલાક સ્થળે ચતુર્ભુજ મુકાબલાની સ્થિતિ ઉભી થઈ રહી છે.

નગરપાલિકાઓમાં પણ ચૂંટણીનું સમીકરણ રસપ્રદ બન્યું છે. અહીં 188 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા બાદ હવે કુલ 6104 ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે. નાના શહેરોમાં સ્થાનિક મુદ્દાઓ વધુ અસરકારક બનતા ઉમેદવારો વચ્ચે તીવ્ર સ્પર્ધા થવાની શક્યતા છે.

જિલ્લા પંચાયતની વાત કરીએ તો અહીં 141 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. તેના કારણે હવે કુલ 3226 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બચ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો ઝુકાવ અને સ્થાનિક નેતાઓનો પ્રભાવ પરિણામોને અસર કરી શકે છે.

તાલુકા પંચાયત સ્તરે સૌથી વધુ ગરમાવો જોવા મળી રહ્યો છે. અહીં 535 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવા છતાં હજુ પણ 14459 ઉમેદવારો વચ્ચે જંગ છે. આ આંકડો દર્શાવે છે કે તળિયાના સ્તરે રાજકીય સક્રિયતા કેટલી વધુ છે અને દરેક બેઠક માટે કડક ટક્કર અપેક્ષિત છે.

કુલ મળીને જોવામાં આવે તો રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારે ઉત્સાહ અને સ્પર્ધા જોવા મળી રહી છે. ઉમેદવારો હવે પ્રચારના અંતિમ તબક્કામાં પ્રવેશી ગયા છે, જ્યાં દરેક મતદારો સુધી પહોંચવા માટે પૂરજોશમાં પ્રયાસો શરૂ થઈ ગયા છે. આગામી દિવસોમાં રાજકીય હલચલ વધુ તેજ બનવાની શક્યતા છે.

વડોદરામાં ફોર્મ પાછું ખેંચવાના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોનો હોબાળો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">