Gujarat Election 2022 : સુરતમાં આપના 10 હજાર નારાજ કાર્યકર્તા રાજુ દિયોરાની આગેવાનીમાં કરશે વિરોધ પ્રદર્શન

Gujarat Election 2022: આમ આદમી પાર્ટીના 10 હજાર નારાજ કાર્યકર્તાઓ રાજુ દિયોરાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરશે. રાજુ દિયોરાની આગેવાનીમાં આગામી સમયમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેમા આપ આગેવાનો પૈસા લઈ ટિકિટ વેચી હોવાનો આરોપ લગાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2022 | 11:31 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને આમ આદમી પાર્ટીમાં પણ અસંતોષનો ચરુ ઉકળી ઉઠ્યો છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીમાં પણ ટિકિટ વહેંચણીને લઈને નારાજગી સામે આવી છે. આપ આગેવાનોએ પૈસા લઈ ટિકિટ વેચી હોવાનો આરોપ લગાવ્યા છે.રાજુ દિયોરાની આગેવાનીમાં 10 હજાર જેટલા આમ આદમી પાર્ટીના નારાજ કાર્યકરો આગામી સમયમાં મહાસંમેલન યોજશે. રાજુ દિયોરાએ અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઈટાલિયાને દેશ વિરોધી અને ગદ્દાર ગણાવ્યા. તેમજ ગુજરાતની ચૂંટણીમાં AAP આગેવાનોએ રૂપિયા લઈ ટિકિટ વેચી હોવાનો આરોપ પણ લગાવ્યો.

સુરતની કતારગામ બેઠક પર આપના પૂર્વ ઉપપ્રમુખ રાજુ દિયોરાએ કેટલાક કાર્યકર્તાઓ સાથે AAPમાં અન્યાય થતો હોવાનો અને ટિકિટની વહેંચણીમાં અન્યાય કરવામાં હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે તેમણે કતારગામમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને ‘કેજરીવાલ મહાઠગ’ અને ‘આમ આદમી પાર્ટી ચોર પાર્ટી’, ‘એક મોકો આપને, દૂધ પીવડાવો સાપ’ને જેવા સૂત્રો લખેલા બેનરો સાથે વિરોધ કર્યો હતો.

જો કે આપના યોગેશ જાદવાણીએ જણાવ્યુ કે આ સમગ્ર વિરોધ ભાજપ પ્રેરિત હોવાનો આક્ષપ કર્યો છે. રાજુ દિયોરાએ ટિકિટ વહેંચણીમાં આરોપ લગાવ્યો છે કે 90 ટકા કાર્યકરો સાથે અન્યાય થયો છે અને ભાજપ-કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે અને જૂના કાર્યકર્તાઓને સાઈડલાઈન કરવામાં આવ્યા છે. જોકે આ અંગે આપના સિનિયર નેતા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે 4 મહિના પહેલાં હોદ્દા ડિઝોલ્વ થયાં ત્યારથી રાજુ દિયોરા ઉપપ્રમુખ પદે રહ્યા નથી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">