Gujarat : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય મેળવશે : નીતિન પટેલ
Gujarat : સ્થાનિક ચૂંટણી જાહેર થયા બાદ, નિતીન પટેલે જણાવ્યું કે, ગત ચુંટણીમાં જીતી શક્યા નહોતા. જે આ વખતે જીતીને ભગવો લહેરાવીશું.
Gujarat : 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા ,31 જિલ્લા પંચાયતો અને 232 તાલુકા પંચાયતઓની ચુંટણીની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. જેના પગલે રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઑ આરંભી દીધી છે. જે અંતર્ગત Gujarat ના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ગુજરાતમાં બુથસ્તર સુધી ફેલાયેલા કાર્યકરોના વ્યાપને કારણે, ભાજપ આ વખતે ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવશે .
રાજ્ય ચૂંટણી પંચે Gujarat માં મહાનગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી જાહેર કર્યા બાદ, નિતીન પટેલે જણાવ્યુ હતું કે, કેટલાક સામાજીક કારણોસર કેટલીક તાલુકા અને જિલ્લા પંચાયતો ગત ચુંટણીમાં જીતી શક્યા નહોતા. જે આ વખતે જીતીને ભાજપનો ભગવો લહેરાવીશું
Latest Videos
Latest News