Junagadh: અજાણ્યા શખ્સોએ ગોરખનાથની મૂર્તિને ખંડિત કરીને જંગલમાં ફેંકી દીધી, જુઓ Video
ફરી એકવાર ગીરનાર પર્વત પર વિવાદ છેડાયો છે. આ વખતે ગિરનાર પર્વત પર ગોરખનાથજીની મૂર્તિની તોડફોડ કરાઈ જી હા એટલું જ નહી પરંતુ મૂર્તિને જંગલમાં ફેંકી પણ દેવાઈ. આ મામલાને લઈને હવે પોલીસ ફરિયાદ બાદ જિલ્લા પોલીસવડાએ તપાસ હાથ ધરી છે તો સંતો દ્વારા ઘટનાનો ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
ફરી એકવાર ગીરનાર પર્વત પર વિવાદ છેડાયો છે. આ વખતે ગિરનાર પર્વત પર ગોરખનાથજીની મૂર્તિની તોડફોડ કરી એટલું જ નહી પરંતુ મૂર્તિને જંગલમાં ફેંકી પણ દેવાઈ. આ મામલાને લઈને હવે પોલીસ ફરિયાદ બાદ જિલ્લા પોલીસવડાએ તપાસ હાથ ધરી છે તો સંતો દ્વારા ઘટનાનો ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
ગીરનાર પર્વત પર અત્યાર સુધીનો સૌથી મોટો વિવાદ ત્યારે સર્જાયો જ્યારે મોડી રાત્રે 5500 પગથિયા ઉપર આવેલા મંદિરમાંથી અજાણ્યા શખ્સો દ્વારા ગોરખનાથના મંદિરમાંથી મૂર્તિની તોડફોડ કરી જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી. મૂર્તિ તોડનાર અસામાજિક શખ્સોએ સૌથી પહેલાં પૂજારીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. પરંતુ, જ્યારે ઘોંઘાટ થયો તો અંદર સૂતેલા પૂજારીઓએ બારીમાંથી જોયું તો 4-5 માણસો તેમણે ભાગતા જોયા. હવે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે અને ગૌરક્ષનાથ શિખર જગ્યાના મહંત સોમનાથ બાપુ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સોમનાથ બાપુ સાથે અન્ય સાધુ-સંતો પણ પોલીસે સ્ટેશન પહોંચ્યા હતા.અને ફરિયાદ નોંધાવી છે.
સાડા પાંચ હજાર પગથિયા ઉપર આવેલું છે ગુરુ ગોરખનાથ શિખર જ્યાં રાતના સમયે આ કૃત્ય કરાયું. પોલીસ ફરિયાદ બાદ જિલ્લા પોલીસવડા અને પોલીસ કાફલો ગિરનાર પર્વત પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે CCTV સહિતની તપાસ સાથે ત્વરિ કામગીરી હાથ ધરી છે..
તો આ ઘટના બાદ સાધુ-સંતોમાં ભારે રોષ છે. જ્યોતિર્નાથ મહારાજે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું.. તેમણે સનાતન ધર્મના સંતોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. બીજી તરફ સ્થાનિકોએ પણ માગ કરી છે કે, તો આરોપી નહીં પકડાય તો દેશભરના સાધુ સંતો ભવનાથમાં ઉગ્ર આંદોલન કરશે..
હાલ, આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સિવાય મૂર્તિ ખંડિત કરનાર સામે અસામાજિક તત્ત્વોને શોધીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે અંગે માંગ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, હજુ સુધી આ કૃત્ય કોણે અને શા માટે કર્યું તે વિશે કોઈ જાણકારી સામે આવી નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો