Gir somnath: કોડીનારમાં શરૂ થયું સ્ત્રીઓ માટે અલગ બસ સ્ટેન્ડ, ગામનાં યુવા સરપંચે ચિંધ્યો નવો રાહ

Gir somnath: મહિલાઓ માટે બસમાં અનામત સીટ તમે જોઈ હશે.મહિલાઓ માટેની અલગ બસ પણ જોઈ હશે પરંતુ શું સ્ત્રીઓ માટેનું અલગ બસ સ્ટેન્ડ જોયું છે ખરું ? જો ના જોયું હોય તો તમને બતાવી દઈએ કે ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે સ્ત્રીઓ માટે અલગ બસ સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું છે

| Updated on: Feb 11, 2021 | 9:12 AM

Gir somnath: મહિલાઓ માટે બસમાં અનામત સીટ તમે જોઈ હશે.મહિલાઓ માટેની અલગ બસ પણ જોઈ હશે પરંતુ શું સ્ત્રીઓ માટેનું અલગ બસ સ્ટેન્ડ જોયું છે ખરું ? જો ના જોયું હોય તો તમને બતાવી દઈએ કે ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે સ્ત્રીઓ માટે અલગ બસ સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું છે. 5 હજારની વસ્તી ધરાવતા વિઠ્ઠલપુર ગામમાં યુવા સરપંચની કુનેહની આ નવી સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અત્યાધુનિક બસ સ્ટેન્ડ પર મોબાઈલ ચાર્જિંગ, ટીવી, સીસીટીવી અને ડિજિટલ લાઈટ સિસ્ટમ પણ લગાવાઈ છે. તો બસનું સમયપત્રક પણ લગાવાયું છે. સરપંચનું કહેવું છે કે આ સુવિધાથી મહિલાઓનું માન પણ જળવાશે અને આસપાસના લોકોને વિકાસ કાર્યો માટે શીખ પણ મળશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">