AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laal Singh Chaddha Kahani Song Out:  'લાલ સિંહ ચઢ્ઢા'ના 'કહાની' ગીતનો મ્યુઝિક Video release

Laal Singh Chaddha Kahani Song Out: ‘લાલ સિંહ ચઢ્ઢા’ના ‘કહાની’ ગીતનો મ્યુઝિક Video release

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 3:00 PM
Share

Laal Singh Chaddha Kahani Song Out : 11 ઓગસ્ટના રોજ રિલીઝ થનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું પ્રથમ ગીત કહાની રિલીઝ કરવામાં આવ્યું છે. આ પ્રથમ ગીતનું માત્ર ઓડિયો વર્ઝન જ રિલીઝ કરવામાં આવ્યું હતુ, હવે આ ગીતનો શાનદાર વીડિયો વર્ઝન પણ તમને ખુશ કરી દેશે.

Laal Singh Chaddha Kahani Song Out : આમિર ખાન (Aamir Khan) માટે દરેક ફિલ્મ સ્પેશિયલ હોય છે પરંતુ લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) પણ તેના કોઈ ડ્રીમ પ્રોજેક્ટથી ઓછી નથી. ફિલ્મો પર વર્ષો સુધી કામ શરુ રહ્યું છે અને હવે ફાઈનલી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું પ્રથમ ગીત કહાની (Kahani Song) રિલીઝ કરવામાં આવ્યું છે. આ પહેલા ગીતો માત્ર ઓડિયો જ રિલીઝ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેનો વિડીયો પણ દર્શકો સાથે શેર કરવામાં આવ્યો છે,

ગીત શાનદાર છે

લાલ સિંહ ચઢ્ઢાનું કહાની ગીતે લોકોનું દિલ જીત્યું છે અને શાનદાર છે એટલું જ ફિલ્મનું વીડિયો સોન્ગ પણ શાનદાર છે. આમિર ખાનને નિભાવેલું પાત્ર લાલ સિંહ ચઢ્ઢાની સ્ટોરી પણ સુંદર દેખાડવામાં આવી છે. આમિર ખાનનું આ ગીત લોકોને ખુબ પસંદ આવ્યું છે. આ ગીતની સાથે લાલ સિંહ ચઢ્ઢાની સ્ટોરી જોવા મળશે અને ગીતને જોવું પણ દિલચસ્પ છે. સાથે કરીના કપુરની સાથે તેની કેમિસ્ટ્રી પણ ખુબ સુંદર લાગી રહી છે.

11 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે

ફિલ્મે આવતા મહિને એટલે કે, 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. આ દિવસે રક્ષાબંધન પણ છે. આમિર ખાન ખુબ લાંબા સમય પછી સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મ માટે તેણે ખુબ મહેનત કરી છે. આ હોલીવુડ ફિલ્મ ફૉરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે. જેના પર છેલ્લા કેટલાક વર્ષોથી કામ ચાલું હતુ. આ પહેલી ફિલ્મ 2020માં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસ, લોકડાઉનને લઈ શૂટિંગ બંધ રહેતું અને ફિલ્મની રિલીઝ તારીખ પાછળ જતી રહી,

પ્રમોશન કરી રહ્યા છે આમિર ખાન

ફિલ્મની રિલીઝ ડેટ ખુબ નજીક છે. જેને લઈ આમિર ખાન પણ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ખાસ વાત એ છે કે, આ વખતે બોક્સ ઓફિસ પર લાલ સિંહ ચઢ્ઢાનો મુકાબલો અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન સામે 11 ઓગસ્ટના રોજ થશે.

g clip-path="url(#clip0_868_265)">