FATF: તમને ખબર છે શું હોય છે FATF નું Black અને Grey List ? આતંકવાદી ભંડોળને રોકવામાં પાકિસ્તાન નિષ્ફળ

સૌથી પહેલા અમે તમને જણાવીશું કે, FATF શું હોય છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે. જે મની લોન્ડરિંગ અને આતંકી ભંડોળ જેવા કેસમાં તમામ દેશો માટે ગાઈડલાઈન તૈયાર કરે છે. અમેરિકા (America), બ્રિટેન અને ચીન જેવા 39 દેશોનું આ ગ્રુપ નાંણાકીય ગુનાઓને પ્રોત્સાહન આપતા દેશો પર નજર રાખે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 5:24 PM

FATF : પાકિસ્તાન (Pakistan)નું નામ સાંભળતા જ આતંકવાદનો વિચાર આપણા મનમાં આવે છે. જાણે કે તે દેશ નહિ પરંતુ આતંકવાદ (Terrorism)નો અડ્ડો છે. આ જ કારણ છે કે, અંદાજે છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાન FATF (Financial Action Task Force)ના ગ્રે લિસ્ટમાં છે. એવો આરોપ છે કે, આતંકવાદને કાબુમાં રાખવા અને આતંકવાદી ભંડોળને રોકવા માટે પાકિસ્તાન સતત નિષ્ફળ રહ્યું છે.

સૌથી પહેલા અમે તમને જણાવીશું કે, FATF શું હોય છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે. જે મની લોન્ડરિંગ અને આતંકી ભંડોળ જેવા કેસમાં તમામ દેશો માટે ગાઈડલાઈન તૈયાર કરે છે. અમેરિકા (America), બ્રિટેન અને ચીન જેવા 39 દેશોનું આ ગ્રુપ નાંણાકીય ગુનાઓને પ્રોત્સાહન આપતા દેશો પર નજર રાખે છે.આતંકી ગતિવિધીઓ અને હથિયાર માટે થનારું ભંડોળને અટકાવે છે.જેના માટે કોઈ પણ દેશ ગ્રે અથવા બ્લેક લિસ્ટમાં આવવા માંગતો નથી. કારણ કે, FATF (Financial Action Task Force)ની લીસ્ટમાં આવવાનો મતલબ છે આફતને આમંત્રણ આપવું

FATF ની ગ્રે લીસ્ટ અને બ્લેક લીસ્ટ શું હોય છે.

ગ્રે લીસ્ટ (Grey List) હંમેશા બ્લેક લીસ્ટની વૉર્નિંગ છે. એટલે કે, કોઈ દેશ પોતાની જમીન પર થનારી આતંકી ગતિવિધીઓ પર કાબુ કરવામાં નિષ્ફળ રહે છે. તે દેશમાં હાજર આતંકી સંગઠનોને મળનારું ભંડોળ અને મની લૉન્ડ્રિંગ પર રોક લગાવવામાં અસફળ રહ્યું તો તેમને ગ્રે માંથી બ્લેક લિસ્ટમાં નાંખવામાં આવે છે.

ગ્રે લિસ્ટ (Grey List)માં આવનારા દેશોને FATFના 27 લક્ષ્યોને એટલે કે શરતો પુરી કરવાની છે. જેની દેખરેખ એક સમિતિ કરે છે.એક વખત ટારગેટ ફેલ થવાના કારણથી પાકિસ્તાનને વધુ 4 મહિના માટે ગ્રે લિસ્ટમાં નાંખવામાં આવ્યું છે. એટલે કે, પાકિસ્તાન પર FATFના પ્રતિબંધો ચાલુ રહેશે.

બ્લેક લીસ્ટ (Black list)માં તે દેશોને નાંખવામાં આવે છે જે શરતોનું પાલન કરવામાં FATFને સહયોગ કરતા નથી. તેના પર લાગનાર પ્રતિબંધો ખુબ કઠોર હોય છે. તેમને આંતરરાષ્ટ્રીય બહિષ્કારનો સામનો કરવો પડે છે. ઈરાન અને નોર્થ કોરિયા 2 એવા દેશ છે જે FATF (Financial Action Task Force)ની બ્લેક લીસ્ટ (Black list)માં સામેલ છે.

પાકિસ્તાન પર કેવા પ્રતિબંધો લાગુ છે

ગ્રે લિસ્ટમાં હોવાના કારણે પાકિસ્તાન પર IMF અને World Bank જેવી આંતરરાષ્ટ્રીય સંગઠનોના આર્થિક પ્રતિબંધો લાગુ છે. આ જ કારણ છે કે, પાકિસ્તાન (Pakistan)ને ફાઈનેશિયલ ઈન્સ્ટીટ્યૂટમાંથી લોન લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય પ્રતિબંધોની અસર 39 સભ્ય દેશોના આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો (International industries)ને પણ અસર કરે છે. આ લીસ્ટમાં સામેલ દેશ વ્યાપારને લઈ ખુબ અલગ પડે છે.

આમ તો પાકિસ્તાન પહેલાથી જ ગ્રે લીસ્ટમાં આવી ચૂક્યું છે પરંતુ આ વખતે જૂન 2018થી સતત ગ્રે લીસ્ટમાં સામેલ છે, ઓક્ટોમ્બર 2018 અને ફ્રેબુઆરી 2019માં યોજાયેલી FATFના રિવ્યુથી લઈ અત્યારસુધી પાકિસ્તાનને કોઈ રાહત મળી નથી, કારણ કે, આતંકવાદીઓ વિરુદ્ધ કાનુની કાર્યવાહી અને સજાની સાથે તેમને મળનારી આર્થિક સહાયને લઈ FATF(Financial Action Task Force)ની 27 શરતોને પાકિસ્તાન પુર્ણ કરી શક્યું નથી.

રિવ્યુ મીટિંગમાં FATFએ પાકિસ્તાને શું કહ્યું ?

પેરિસ-બેસ્ટ એન્ટી ટેરર ઓર્ગેનાઈઝેશને સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાન 26/11ના આરોપી હાફિઝ સૈયદ અને જૈશ-એ-મોહમ્મદના વડા મસુદ અઝહર પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમ છતાં સંયુક્ત રાષ્ટ્ર સંધે બંન્ને આતંકીઓને લીસ્ટમાં સામેલ કર્યા છે. FATF એ પાકિસ્તા (Pakistan)ને કહ્યું કે, તે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સિવાય અફધાન તાલિબાન અને હક્કાની નેટવર્કના આતંકીઓ પર કાર્યવાહી કરે, FATFએ આ સિવાય પાકિસ્તાને તેમના નિયમો કાયદામાં રહેલી ખામીઓને દુર કરી મની લૉન્ડ્રિંગ પર સંપુર્ણ રીતે પ્રતિબંધ લગાવવાનું કહ્યું છે. કારણ કે, આતંકી સંગઠનોને મળનારી સહાયને બંધ કરી શકાય છે.

આ પણ વાંચો : Potato Farming : બટાકાના પાકમાં રોગને શોધી કાઢશે આ ટેકનોલોજી, માત્ર લેવો પડશે છોડનો ફોટો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">