White Mango Farming : સફેદ કેરીની ખેતી માત્ર એક જ જગ્યાએ થાય છે, આ કેરીના છોડ આ જગ્યાએથી મળશે-જુઓ Video
White Mango Farming : કેરીનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. કેટલાકને પાકી કેરી ખાવી ગમે છે તો કેટલાકને કાચી કેરી ગમે છે. ભારતમાં કેરીની ઘણી જાતો છે જેમાં લંગડા, દશેરી, ચૌસા, માલદા અને તોતાપુરીનો સમાવેશ થાય છે.
White Mango Farming : મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેરીની આ જાતનું નામ ‘વાની’ છે. જેની ખેતી ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર જ થાય છે. આ કેરીની ખાસિયત એ છે કે તેની ઉપરની છાલ આછા લીલા રંગની હોય છે, પરંતુ પાક્યા પછી પણ તેનો માવો અંદરથી દૂધ જેવો સાવ સફેદ હોય છે. બાલી ટાપુ પર, લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. ભલે ‘વાની’ કેરી અંદરથી સફેદ હોય, પણ મીઠી સામાન્ય કેરી જેવી હોય છે. આવી સ્થિતિમાં બાલીના ખેડૂતો આ કેરીની ખેતી કરીને સારી કમાણી કરે છે.
આ પણ વાંચો : White Mango Farming: અહીં થાય છે સફેદ કેરીની ખેતી, જાણો આ કેરીની ખાસિયત
તેમાં ઘણા વિટામિન અને પોષક તત્વો મળી આવે છે
અન્ય કેરીની જેમ તેમાં પણ ઘણા વિટામિન અને પોષક તત્વો મળી આવે છે. ‘વાની’ કેરીનું સેવન કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. આમાં ફાઈબર, પોટેશિયમ અને વિટામિન એ ભરપૂર માત્રામાં જોવા મળે છે. કહેવાય છે કે આ કેરી ખાવાથી સ્થૂળતા નિયંત્રણમાં રહે છે. બાલીમાં લોકો જ્યુસ, શરબત અને આઈસ્ક્રીમ બનાવીને પણ આ કેરીને ખૂબ જ ખાય છે.
આ કેરીના છોડ ક્યાંથી મળશે
આ કેરીના છોડ ઓનલાઈન મળી રહ્યા છે જેમાં એમેઝોન પર આ છોડની કિંમત 259 આસપાસ છે.