Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagpur Flood : નાગપુરમાં વરસાદી તબાહી, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લીધી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત

Nagpur Flood : નાગપુરમાં વરસાદી તબાહી, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લીધી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 11:37 PM

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરી હતી અને પૂર પ્રભાવિત પરિવારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ત્રણ કલાકમાં 109 મીમીનો અતિ ભારે વરસાદ થયો, જેમાં શનિવારે સવારે 2 થી 4 વાગ્યાની વચ્ચે 90 મીમી વરસાદ પડ્યો. જેના કારણે શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

Nagpur Flood : મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ભારે વરસાદ (Heavy Rain) પડ્યો છે. જેના કારણે શહેર જાણે તળાવમાં ફેરવાઈ ગયું છે. રસ્તા પરથી ઘર સુધી પાણી ઘૂસી જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેનાને બોલાવવી પડી હતી. સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

આ પણ વાંચો Nagpur Flood: મુશળધાર વરસાદે નાગપુરમાં વેર્યો વિનાશ, ઘરોથી લઈને રસ્તાઓ સુધી બધું જ ડૂબ્યું પાણીમાં, ઘણા વાહનોને થયું નુકસાન, જુઓ Video

હવામાન વિભાગે નાગપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં 1 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. NDRF અને SDRFના બે એકમોએ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 140 લોકોને બહાર કાઢ્યા હતા, તો શાળાના 40 વિદ્યાર્થીઓને પણ બહાર કાઢ્યા હતા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરી હતી અને પૂર પ્રભાવિત પરિવારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ત્રણ કલાકમાં 109 મીમીનો અતિ ભારે વરસાદ થયો, જેમાં શનિવારે સવારે 2 થી 4 વાગ્યાની વચ્ચે 90 મીમી વરસાદ પડ્યો. જેના કારણે શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને તેના રાજ્ય સમકક્ષ SDRF વિદર્ભના સૌથી મોટા શહેરમાં બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">