મહારાષ્ટ્ર-બિહારમાં વરસાદને કારણે ત્રાહિમામ, નાગપુરમાં 4ના મોત, ગુજરાત સહિત આ રાજ્યોમાં એલર્ટ
મહારાષ્ટ્રના નાગપુરમાં ભારે વરસાદ બાદ લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે, જ્યારે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધી આખું શહેર 3-4 ફૂટ સુધી વરસાદી પાણીથી ભરાઈ ગયું છે. લોકોને બચાવવા અને સુરક્ષિત સ્થાનો પર લઈ જવા માટે બચાવ ટુકડીઓ પહોંચી ગઈ છે.
Weather News: મહારાષ્ટ્રના નાગપુરમાં શનિવારે ભારે વરસાદ બાદ જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ આ ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. આ સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રવિવારે કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો: Gujarat Weather Forecast : રાજ્યમાં આજે રહેશે વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના, જુઓ Video
રેકોર્ડ વરસાદને કારણે નાગપુર જિલ્લાની ઘણી નદીઓ અને નાળા છલકાઈ ગયા છે. પૂરના કારણે એક મહિલા સહિત 4 લોકોના મોત થયા છે. હાલમાં NDRF અને SDRFની ટીમો સમગ્ર શહેરમાં બચાવ કાર્યમાં લાગેલી છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી છે કે અત્યાર સુધીમાં લગભગ 500 લોકોને અલગ-અલગ જગ્યાએથી બચાવી લેવામાં આવ્યા છે.
હવામાન વિભાગે રવિવારે પણ નાગપુરમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે પણ નાગપુરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગે લોકોને સલામત સ્થળોએ રહેવાની સલાહ આપી છે. ઊંડા વિસ્તારોમાં અને નદીઓ અને નાળાઓની નજીકના વિસ્તારોમાં જવાની મનાઈ છે. તમને જણાવી દઈએ કે હાલમાં સમગ્ર નાગપુર શહેરમાં 3-4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે.
સરકાર દ્વારા સહાયની જાહેરાત
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના રેલ્વે સ્ટેશનો પણ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. પ્લેટફોર્મની સાથે રેલવે ટ્રેક પણ ત્રણથી ચાર ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયો હતો. આવા સંજોગોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે પૂરથી પ્રભાવિત લોકોને 10,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વરસાદને કારણે જે દુકાનોને નુકસાન થયું છે તેમને સરકારે 50,000 રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.
ગુજરાતના આ જિલ્લામાં વરસાદની શક્યતા
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે, જેમાં છિંદવાડા, બેતુલ, બાલાઘાટ, નાગપુર, ભંડારા, ચંદ્રપુર અને વર્ધા જિલ્લાનો સમાવેશ થાય છે. બુરહાનપુરમાં પણ આજે ભારે વરસાદ પડી શકે છે. કચ્છ, જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો પ્રયાગરાજ, જૌનપુર, વારાણસી સહિત અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે.
દિલ્હીમાં કેવું રહેશે વાતાવરણ ?
રાષ્ટ્રીય રાજધાનીની વાત કરીએ તો રવિવારે પણ ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, ફરીદાબાદ અને ગુડગાંવના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જો કે દિલ્હી એનસીઆરમાં વહેલી સવારે ધુમ્મસ છવાઈ ગયું છે. જેના કારણે હવામાનમાં થોડી ઠંડકની શક્યતા છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો