AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagpur Flood: મુશળધાર વરસાદે નાગપુરમાં વેર્યો વિનાશ, ઘરોથી લઈને રસ્તાઓ સુધી બધું જ ડૂબ્યું પાણીમાં, ઘણા વાહનોને થયું નુકસાન, જુઓ Video

Nagpur Heavy Rainfall: નાગપુરમાં ભારે વરસાદથી શહેરમાં અરાજકતા સર્જાઈ છે. શહેરના ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું છે (Nagpur Flood) દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે નાગપુરમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. હવામાન વિભાગે નાગપુરમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ ચાલુ છે. 

Nagpur Flood: મુશળધાર વરસાદે નાગપુરમાં વેર્યો વિનાશ, ઘરોથી લઈને રસ્તાઓ સુધી બધું જ ડૂબ્યું પાણીમાં, ઘણા વાહનોને થયું નુકસાન, જુઓ Video
Image Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 7:46 PM
Share

મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ભારે વરસાદ થયો છે. જે બાદ શહેર તળાવમાં ફેરવાઈ ગયું હતું. રસ્તાથી ઘર સુધી પાણી ઘૂસી જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેનાને બોલાવવી પડી હતી. સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે નાગપુરમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

સમગ્ર શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ ચાલુ છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં 1 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફના બે એકમોએ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 140 લોકોને બહાર કાઢ્યા, તેઓએ સાંભળવાની અને બોલવાની ક્ષતિ ધરાવતા 40 શાળાના વિદ્યાર્થીઓને પણ બહાર કાઢ્યા.

જાણવા મળે છે કે નાગપુરમાં શનિવારથી સતત વરસાદ ચાલુ છે. આર્મી ઉપરાંત એનડીઆરએફ, એસડીઆરએફ, નાગપુર પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીઓને પૂરમાં ફસાયેલા લોકોને મદદ કરવા અને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવા માટે તૈનાત કરવામાં આવી છે. નાગપુર શહેરના ઘણા વિસ્તારોમાં મોટા પાયે પાણી ભરાયા હોવાના અહેવાલો છે. જેમાં શંકર નગર, પંચશીલ ચોક, સીતાબુલડી, અંબાઝારી, કાંચીપુરા, ઈટવારી, લક્કડગંજ, ધરમપેઠ, મેકોસાબાગ, સદર, કોટન માર્કેટ અને આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : મુંબઈમાં 15 માળની ઈમારતમાં લાગી આગ, 60 વર્ષના વૃદ્ધનું મોત, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

ભારે વરસાદના કારણે આવેલા પૂરને કારણે 53 વર્ષીય મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે મોડી સાંજે દરેક મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. દરમિયાન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે નાગપુરમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ફડણવીસે પૂરથી પ્રભાવિત પરિવારો સાથે વાતચીત કરવા માટે શહેરના સૌથી મોટા જળાશય અંબાઝારી તળાવની આસપાસના ઘરોની મુલાકાત લીધી હતી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">