MONEY9: ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શું સ્ટ્રેટેજી હોઇ શકે?

વ્યાજ દર વધવાના તબકકામાં એવા ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવા જોઇએ જેનો મેચ્યોરિટી પીરિયડ ઓછો હોય. વધતા વ્યાજ દરના માહોલમાં લિક્વિડ ફંડ, અલ્ટ્રા શોર્ટ ફંડ, લો ડ્યૂરેશન ફંડ, મની માર્કેટ ફંડ, શૉર્ટ ડ્યૂરેશન ફંડ તાર્કિક રીતે ફાયદો પહોંચાડે છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 30, 2022 | 4:35 PM

MONEY9: વ્યાજના દર (INTEREST RATE)માં ફેરફાર થવાનો જ્યારે તબક્કો શરૂ થાય છે ત્યારે તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડ (DEBT MUTUAL FUND)માં રોકાણ કરીને મોટો ફાયદો મેળવી શકો છો. વ્યાજ દર વધવાના તબકકામાં એવા ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવા જોઇએ જેનો મેચ્યોરિટી પીરિયડ ઓછો હોય. વધતા વ્યાજ દરના માહોલમાં લિક્વિડ ફંડ, અલ્ટ્રા શોર્ટ ફંડ, લો ડ્યૂરેશન ફંડ, મની માર્કેટ ફંડ, શૉર્ટ ડ્યૂરેશન ફંડ તાર્કિક રીતે ફાયદો પહોંચાડે છે.

કનિકાનું ઉદાહરણ લઇએ તો, અમદાવાદની કનિકા ફેશન ડિઝાઇનર છે. તે કામકાજમાં એટલી બિઝી રહે છે કે પોતાના માટે પણ સમય નથી કાઢી શકતી. આ જ કારણ છે કે ઇન્વેસ્ટમેન્ટનું નામ આવતાં જ કનિકાના હાથપગ ફૂલવા લાગે છે. પોતાની વ્યસ્તતાના કારણે કનિકા બજારના રિસ્કથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. તેથી તેણે પૈસા ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં લગાવ્યા છે. એટલે રિસ્ક પણ નહીં અને ઠીક-ઠાક રિટર્ન પણ.

હાલમાં જ તેને કોઇએ કહ્યું કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી હોય છે. હવે આ વાતની કનિકાને ખબર નહતી. તો છેવટે ડેટ જેવા પ્લેન કૉન્સેપ્ટમાં શું સ્ટ્રેટેજી હોઇ શકે છે?

કનિકા ફસાઇ ચુકી હતી. તેને થયું કે જે માથાકુટથી તે બચવા માંગતી હતી, હવે તે જ કરવું પડશે.

કનિકાની દોસ્ત પ્રિયા એક સર્ટિફાઇડ પ્લાનર છે. બસ પછી શું…? કનિકા વીકેન્ડ પર સીધા પ્રિયાના ઘરે જઇ પહોંચી.

કનિકાઃ યાર પ્રિયા એ જણાવ કે ડેટ ફંડ્સ હોય છે શું?

પ્રિયાઃ કેમ..તેં શું તેમાં પૈસા લગાવ્યા છે?

 કનિકાઃ હાં યાર…

પ્રિયાઃ તને ઇન્ટરેસ્ટ રેટ્સનું ચક્કર તો ખબર જ હશે…

કનિકાઃ ના..બાબા…નથી ખબર

પ્રિયાઃ આને સમજવું કોઇ રૉકેટ સાયન્સ નથી

કનિકાઃ મારા માટે તો આ રૉકેટ સાયન્સ જેવું જ છે

પ્રિયાઃ એટલું પણ મુશ્કેલ નથી..જો..ઇન્ટરેસ્ટ રેટની સાથે બે વાત થઇ શકે છે. ક્યાં તો તે ઉપર જશે ક્યાં ઘટશે

કનિકાઃ ઠીક છે…ચાલ..આટલું તો સમજાઇ ગયું…

પ્રિયાઃ થેંક્સ…તો આ બન્ને કેસમાં તને અલગ-અલગ સ્ટ્રેટેજીની જરૂર પડી શકે છે.

કનિકાઃ બરોબર…એટલે રેટ્સના હિસાબે નિર્ણય લેવો પડશે….

પ્રિયાઃ કરેક્ટ…હવે જો…અત્યારે વ્યાજ દરો લો લેવલ પર છે..તો એ વાતની શક્યતા વધારે છે કે આગામી સમયમાં રિઝર્વ બેંક મોંઘવારીને રોકવા માટે વ્યાજ દરો વધારી દેશે.

કનિકાઃ ઓકે…તો હવે આમાં શું કરવું જોઇએ?

પ્રિયાઃ આવા સંજોગોમાં લોકોએ એવા ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવા જોઇએ જેનો મેચ્યોરિટી પીરિયડ ઓછો હોય….

કનિકાઃ આવું કેમ?

પ્રિયાઃ એક્સપર્ટનો અભિપ્રાય તને જણાવું છું…

ITI મ્યુચ્યુઅલ ફંડના CEO & CIO જ્યોર્જ હેબર જોસેફ કહે છે કે, જ્યારે દરો વધે છે તો ઓછી મેચ્યોરિટી પીરિયડવાળા ફંડ ફાયદાકારક હોય છે અને આ જ રીતે વ્યાજ દરો ઘટવાના કેસમાં આ ઉલટું હોય છે. એટલે વધતા વ્યાજ દરના માહોલમાં લિક્વિડ ફંડ, અલ્ટ્રા શોર્ટ ફંડ, લો ડ્યૂરેશન ફંડ, મની માર્કેટ ફંડ, શૉર્ટ ડ્યૂરેશન ફંડ તાર્કિક રીતે ફાયદો પહોંચાડે છે.

કનિકાઃ ઓકે…પણ જો વ્યાજ દરોમાં ઘટાડો દેખાઇ રહ્યો હોય તો શું કરું?

પ્રિયાઃ કોવિડના સમયે તે જોયું હતું ને કે ઇન્ટરેસ્ટ રેટ્સમાં ઝડપી ઘટાડો આવ્યો હતો…

કનિકાઃ હાં…હાં..યાદ છે મને

પ્રિયાઃ તો તે સમયે લાંબા ડ્યૂરેશનવાળા ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સને ફાયદો થયો. આવા મોટાભાગના ફંડ્સમાં ડબલ ડિજિટમાં રિટર્ન મળ્યું. પરંતુ ત્યારે ટૂંકાગાળાના મ્યુચ્યુઅલ ફંડ્સને નુકસાન થયું.

કનિકાઃ આનાથી શું શીખવા મળ્યું?

પ્રિયાઃ આનો સાર એ છે કે જ્યારે વ્યાજ દરો ઘટી રહ્યાં હોય ત્યારે 4 થી 6 વર્ષ કે તેથી વધુના લાંબાગાળાના ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી દો.

જેમકે, મીડિયમ ડ્યૂરેશન ફંડ, મીડિયમથી લૉંગ-ડ્યૂરેશન ફંડ, લૉંગ ડ્યૂરેશન ફંડ સારુ પ્રદર્શન કરે છે.

કનિકાઃ વાહ..આ તો શાનદાર વાત થઇ

પ્રિયાઃ એટલે તુ સમજી ગઇને પૂરો ખેલ…

કનિકાઃ હાં યાર…Thank you so much…

કનિકા તો સમજી ગઇ પૂરી વાત..તમે પણ સમજી જાઓ…

મની9ની સલાહ

  1. અત્યારે ઊંચી મોંઘવારીના સમયમાં એ વાતની શક્યતા છે કે મોટાભાગના વિકસિત દેશ પોતાને ત્યાં વ્યાજ દરો વધારશે.
  2. RBI પણ આવનારા મહિનાઓમાં વ્યાજ દરો વધારી શકે છે.
  3. રોકાણકાર એવા ડેટ ફંડમાં રોકાણ કરી શકે છે જેની મેચ્યોરિટી અવધિ ઓછી હોય, કારણ કે વ્યાજ દરો વધવાથી તેમાં જોખમ ઓછું હોય છે.
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">