સોનુ-ચાદી ખરીદવા માટેનો આવ્યો સૂવર્ણ સમય, દિવાળી બાદ આજે સોનાના ભાવમાં આવ્યો મોટો કડાકો
દિવાળીના બીજા દિવસે MCX પર સોનું અને ચાંદી બંનેના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયું. ટ્રેડિંગ દરમિયાન ચાંદીના 1 કિલોગ્રામના ભાવમાં લગભગ ₹10,000 નો ઘટાડો થયો, જેના કારણે તેનો ભાવ ₹1.5 લાખની સ્તરથી નીચે આવી ગયો.
દિવાળીની રાત્રિ પછી સોના-ચાંદીના ભાવમાં આશ્ચર્યજનક ઘટાડો જોવા મળ્યો છે, જે કોમનમેન માટે ખુશીના સમાચાર કહી શકાય.દિવાળીમાં સોનું ખરીદવાના ઉત્સાહ પર ઉંચી કિંમતોએ પાણી ફેરવી દીધું હતું. પરંતુ તેમાં આવેલા થોડા હવે ઘટાડાથી લગ્નની સીઝનમાં આભૂષણો ખરીદવા માટે રાહત મળી રહી છે. નિષ્ણાતો કહે છે કે આ ઘટાડો વૈશ્વિક કારણોને કારણે છે, પરંતુ તમારી ખરીદી પર કેવી અસર પડશે ? આ ભાવો કેમ ઘટ્યા ? ભવિષ્યમાં શું થશે અને રોકાણકારો માટે શું સલાહ છે, એ જાણવાનો પ્રયાસ કરીએ.
દિવાળીના બીજા દિવસે MCX પર સોનું અને ચાંદી બંનેના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. ટ્રેડિંગ દરમિયાન ચાંદીના 1 કિલોગ્રામના ભાવમાં અંદાજિત ₹10,000 નો ઘટાડો થયો, જેના કારણે તેનો ભાવ ₹1.5 લાખની સ્તરથી નીચે આવી ગયો.
સોના અને ચાંદીના બજારમાં આજે મોટો કડાકો નોંધાયો છે. MCXમાં મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો. સોનાનો 10 ગ્રામનો ભાવ 5 હજાર રૂપિયા ઘટી હવે 1 લાખ 28 હજાર રૂપિયે પહોંચી ગયો છે. તે જ સમયે, ચાંદીના 1 કિલોગ્રામના ભાવમાં પણ 10 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ચાંદીનો ભાવ દોઢ લાખ રૂપિયાથી નીચે આવી ગયો છે.
આ ઘટાડાથી મધ્યમ વર્ગના લોકોને મોટી તક મળી રહી છે, કારણ કે લગ્ન સીઝનમાં આભૂષણો અને રોકાણ માટે સસ્તા ભાવ છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે વૈશ્વિક તણાવને કારણે અસ્થિરતા રહેશે. દિવાળી પછીના આ બદલાવથી ઘણા પરિવારોને રાહત મળી રહી છે, જેઓ ઊંચા ભાવોને કારણે ચિંતામાં હતા.જોકે માંગ વધવાથી ભાવ પાછા ઊંચા જઈ શકે છે.એટલે લાંબા સમયનો વિચાર કરીને જ રોકાણ કરવું હિતાવહ છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો

