Botad News: SP ઓફિસ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કર્યુ રક્તદાન, જુઓ Video
બોટાદ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે સોમવારના રોજ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ બ્લડ કેમ્પ યોજાયો હતો, જે બ્લડ કેમ્પમાં બોટાદ જિલ્લા પોલીસવડા કિશોર બરોળીયા, DySP સૈયદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત 50 જેટલી બોટલો એકત્રિત થઈ હતી તેમ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાએ માહિતી આપી હતી.
Botad News: હાલ નવરાત્રીના તહેવારો ચાલી રહ્યા છે અને પોલીસ અને પ્રજા બંનેની મિત્રતામાં વધારો થાય અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ કેમ્પ બોટાદ એસપી ઓફિસ ખાતે આવેલ ઓડિટોરિયમ હોલમાં આ બ્લડ કેમ્પ યોજાયો હતો.
આ પણ વાંચો: Botad News: બે મિત્રોએ સાથે મળી કરી કાશ્મીરી કેસરની ખેતી, વર્ષે 32 લાખ રૂપિયાની કમાણી, જુઓ Video
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ બ્લડ કેમ્પ યોજાયો હતો. બ્લડ કેમ્પમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા એ સાથે જ હોમગાર્ડના જવાનો અને પબ્લિકના લોકોએ પણ બ્લડ કેમ્પમાં બ્લડ ડોનેશન કર્યું હતું. અંદાજિત 50 જેટલી બોટલો એકત્રિત થઈ હતી તેમ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાએ માહિતી આપી હતી.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: Brijesh Sakariya)
