‘પરિચય’ થી લઈને ‘તારે જમીન’ સુધી, આ હિન્દી ફિલ્મો શિક્ષકો અને વિદ્યાર્થીઓના મજબૂત બંધનને દર્શાવે છે

TV9 GUJARATI

|

Updated on: Sep 05, 2022 | 11:16 AM

બોલિવૂડમાં કેટલીક ફિલ્મો શિક્ષકો પર પણ બની છે. આ ફિલ્મો આપણને સમજાવે છે કે આપણા જીવનમાં શિક્ષકોનું શું મહત્વ છે. કારણ કે, માતા-પિતા પછી તેઓ જ છે જેમની પાસેથી આપણે કંઈક શીખીએ છીએ.

Teachers Day 2022 : આપણી જીંદગીમાં માતા-પિતા બાદ પ્રથમ સ્થાન શિક્ષકનું હોય છે. કહેવાય છે કે, માતા-પિતા બાદ આપણે જે કાંઈ પણ શીખીએ છે તે શિક્ષક પાસેથી જ શીખ્યે છીએ. દર વર્ષે 5 સપ્ટેમબરના રોજ ભારતના બીજા રાષ્ટ્રપતિ અને પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. બોલીવુડમાં કેટલીક આવી જ ફિલ્મો બની છે જે શિક્ષક (Teachers Day 2022 ) નું મહત્વ સમજાવે છે. તો આજે શિક્ષક દિવસ છે આ તકે જાણીએ ટીર્ચર અને સ્ટુડન્ટના શાનદાર અને મજબુત બોન્ડ પર બનેલી ફિલ્મો (Bollywood Film) વિશે. આ ફિલ્મો તમને ફરી એક વખત એ દિવસની યાદ અપાવશે જ્યારે તમને શિક્ષક તમારી જીંદગીના કેટલાક લેસન સમજાવતા હતા.

આમિર ખાનની ફિલ્મ એક વિદ્યાર્થીએ જરુર જોવી જોઈએ. એક વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે.

 

આ સિવાય હિન્દી સિનેમાની દમદાર ફિલ્મ પરિચય છે. આ ફિલ્મમાં એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે શાનદાર કનેક્શન રજુ કરવામાં આવ્યું છે.

અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીની ફિલ્મ બ્લૈક આ ફિલ્મે લોકોના મનમાં શિક્ષકની એક ઓળખ બનાવી છે. જે અમિતાભ બચ્ચને એક શિક્ષકના રુપમાં રાની મુખર્જીની મદદ કરી છે. તે શિક્ષકો માટે મનમાં એક અનોખી પ્રેરણા ઉભી કરે છે.

વર્ષ 2018માં આવેલી રાણી મુખર્જીની ફિલ્મ હિચકી પણ શિક્ષક માટે એક અલગ પ્રેરણા આપતી રજુ કરાઈ છે. આ ફિલ્મ બોલિવુડમાં અભિનેત્રીએ કમબૈક કર્યું હતુ. ફિલ્મ ટૉરેન્ટો સિંડ્રોમથી પીડિત હોવા છતાં શાળમાં બાળકોને અનોખી રીતે ભણાવે છે,

સુપર 30 આ ફિલ્મમાં ઋતિક રોશને એક શિક્ષકનો રોલ રજુ કર્યો છે. ફિલ્મની સ્ટોરી આ એ આધાર પર છે કે, ભણવાનો અધિકાર માત્ર મોટા ઘરના બાળકોને જ નથી. આ ફિલ્મ અભ્યાસને લઈ સામાજીક અંતર પણ રજુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

દેશ આજે એટલે કે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની (Teachers Day) ઉજવણી કરી રહ્યો છે. દેશમાં શિક્ષકો, સંશોધકો અને પ્રોફેસરો સહિતના શિક્ષકોના કાર્યને ઓળખવા અને તેની ઉજવણી કરવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખરેખર, શિક્ષક દિવસ એ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે. 5 સપ્ટેમ્બર, 1888ના રોજ જન્મેલા ડૉ. રાધાકૃષ્ણન (Dr. Sarvapalli Radhakrishnan) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા. ડો. રાધાકૃષ્ણન એક શિક્ષક, ફિલોસોફર અને વિદ્વાન તરીકે તેમના નોંધપાત્ર કાર્ય માટે જાણીતા છે.

+

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati