Mehsana: ઉમેદવારો પહોંચ્યા જનતા પાસે, વોર્ડ નંબર-6 માં ભાજપ અને કોંગ્રેસે કર્યો પ્રચાર

મનપાના પરિણામો સામે આવતા જ હવે પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર શરૂ થયો છે. મહેસાણાના વોર્ડ નંબર-6માં ભાજપના ઉમેદવારોએ લોક સંપર્ક શરૂ કર્યો છે.

| Updated on: Feb 25, 2021 | 12:27 PM

મનપાના પરિણામો સામે આવતા જ હવે પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર શરૂ થયો છે. મહેસાણાના વોર્ડ નંબર-6માં ભાજપના ઉમેદવારોએ લોક સંપર્ક શરૂ કર્યો છે અને વિકાસની ગતીને અવિરત ચાલુ રાખવાના આશ્વાસન સાથે તેઓ મતદારોની નજીક પહોંચ્યા. મહેસાણાના વોર્ડ નંબર-6ની ગણતરી પોષ વિસ્તારમાં થાય છે. પાટીદારોની નારાજગીને જોતા ગત ટર્મમાં આ વોર્ડમાં 4 ઉમેદવારો પૈકી કોંગ્રેસના ત્રણ ઉમેદવારોનો વિજય થયો હતો, જ્યારે ભાજપના એક ઉમેદવારે ગત ટર્મની ચૂંટણીમાં વિજય મેળવી હતી. ત્યારે જોવું એ રહ્યું કે રાજ્યના બદલાતા સમિકરણો વચ્ચે વોર્ડ નંબર-6ના મતદારો આગામી દિવસોમાં શું પરિણામ સામે લાવે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">