બિહારના ઉપ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે ગુજરાતીઓનું અપમાન કર્યું છે. PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની રેડ કોર્નર નોટિસ રદ થવાના સવાલ પર તેજસ્વી યાદવે આ વિવાદિત નિવેદન આપ્યું છે.તેમને જણાવ્યું કે આ દેશમાં ફક્ત ગુજરાતીઓ જ ઠગ બની શકે છે.ગુજરાતના ઠગને માફ કરવામાં આવશે.ત્યારે સવાલ એ ઉભો થાય છે કે તેજસ્વી યાદવને ગુજરાતીઓને ઠગ કહેવાની જરૂર કેમ પડી
CBIના દરોડાથી નારાજ તેજસ્વી યાદવ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેજસ્વી યાદવે દરોડા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. એટલા માટે તેઓ વારંવાર નામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધી રહ્યા છે.
તો સામે પક્ષે ગુજરાતીઓના અપમાનને લઇને ભાજપ આક્રમક જોવા મળ્યું.ભાજપ નેતા ઋત્વિજ પટેલે તેજસ્વી યાદવ પર પ્રહાર કરતા જણાવ્યું કે જેમનો આખો પરિવાર જામીન પર બહાર છે તેમને સત્ય સ્વીકારવું જોઇએ.કૌભાંડના મુદ્દાથી ધ્યાન ભટકાવવા આ પ્રકારની ટિપ્પણી થઇ છે.આવી ટિપ્પણીઓથી તેજસ્વી યાદવે બચવુ જોઈએ..આ સાથે ભાજપ નેતાએ જણાવ્યું કે આ માત્ર ગુજરાતીઓનું અપમાન નથી પરંતુ પ્રાતવાદના નામે દેશવાસીઓનું અપમાન છે.સમય આવ્યે ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે.
આ પણ વાંચો : Breaking News : દિલ્હીમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.7 ની તીવ્રતા