શિરડી: સાંઇ મંદિરના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ફરી ખૂલ્યા, દર્શનના આવા હશે નિયમો, ચૂકવવા પડશે આટલા રૂપિયા

ગુરૂવારથી શિરડી સાંઈ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. લાંબા સમયથી કોરોનાને લીધે શિરડી સાંઈ મંદિર બંધ હતુ. જાણો દર્શનના નિયમો વિશે સંપૂર્ણ માહિતી.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Oct 08, 2021 | 9:18 AM

સાંઈ ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. ગુરૂવારથી શિરડી સાંઈ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. લાંબા સમયથી કોરોનાને લીધે શિરડી સાંઈ મંદિર બંધ હતુ. ત્યારે ગુરુવારથી શિરડીના સાંઇ મંદિરને ફરી એક વખત ખોલવાનો નિર્ણય લેવાયો. અને મંદિર તરફથી પાંચ હજાર ઓનલાઇન સહિત ઓફલાઇન પાસ અપાયા હતા. આ સિવાય પાંચ હજાર પેઇડ પાસ જારી કરવામા આવ્યા. જેમાં સવારે દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓએ ૬૦૦ રૂપિયા અને બપોર અને સાંજે દર્શન કરવા માટે ૪૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે. મંદિરમાં દરરોજ ૧૫ હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. તેમજ એક કલાકમાં ૧૧૫૦ ભક્તો મંદિરમાં પ્રવેશ કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય આરતી સમયે ફકત ૯૦ શ્રદ્ધાળુઓને ભાગ લેવાની છૂટ રહેશે.

તમને જણાવી દઈએ કે સરકારે જારી કરેલી માર્ગદર્શિકા અનુસાર, મંદિરમાં કોવિડ -19 સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું પડશે. ત્યારે જ ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટે ઓનલાઈન બુકિંગ વિન્ડોની વ્યવસ્થા કરી છે. આ દ્વારા જ તમે સ્લોટ બુક કરી શકો છો અને પછી તમે સ્લોટ મુજબ દર્શન માટે જઈ શકશો.

 

આ પણ વાંચો: ભારત સામે UK ઝૂકવાથી લઈને પ્રથમ વખત ભદ્ર મંદિરમાં ગરબાના આયોજન સુધી: એક જ ક્લિકમાં વાંચો આ મોટા સમાચાર

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: જો તમે વેક્સિનના બંને ડોઝ લીધા છે, તો કેટલા દિવસો સુધી ચિંતા કરવાની જરૂર નથી?

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati