ભારત સામે UK ઝૂકવાથી લઈને પ્રથમ વખત ભદ્ર મંદિરમાં ગરબાના આયોજન સુધી: એક જ ક્લિકમાં વાંચો આ મોટા સમાચાર

ભારત સામે UK ઝૂક્યું છે. ત્યારે બોલિવૂડ અને નવરાત્રીને લઈને પણ મોટા સમાચાર આવ્યા છે. પ્રથમ વખત ભદ્ર મંદિરમાં ગરબાનું આયોજન થયું છે. તો ચાલો જાણીએ આજના મોટા સમાચાર.

UKની સાન ઠેકાણે આવી છે. કોરોના વેક્સિનને લઈને અને ભારતીય પ્રવાસીઓ માટે મોટો નિર્ણય લીધો છે. વેક્સિન લીધેલા ભારતીયોને હવે ક્વોરેન્ટાઇન નહીં થવું પડે. 11 ઓક્ટોબરથી આ નિયમ અમલી રહેશે.

ત્યારે બોલિવૂડમાં મુંબઈ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ આજે જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે કોમર્શિયલ ગરબાને મંજૂરી માટે હાઇકોર્ટમાં થયેલી અરજી પર આજે સુનાવણી થવાની છે. શેરી ગરબાને મંજૂરી તો પાર્ટી પ્લોટમાં કેમ નહીં તેવી અરજી થઇ છે. જોવું રહ્યું કે શું કોમર્શિયલ ગરબાને મળશે મંજૂરી ?

દિવાળી પહેલા ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા માટે સરકારે તૈયારીઓ શરૂ કરી છે. શિક્ષણપ્રધાને આ વિશે કહ્યું છે કે, કમિટીની રચના બાદ ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. જોવું રહ્યું કે શું દિવાળી પહેલા ધોરણ 1થી 5ની શાળા
શરૂ થશે?

ત્યારે ગુજરાત કોંગ્રેસના ઓપરેશન માટે ડોક્ટર રઘુ શર્માને બોલાવાયા છે. રાજસ્થાનના દિગ્ગજ નેતા રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાયા છે. રાજીવ સાતવના નિધન બાદ પ્રભારીનું પદ ખાલી હતુ.

નોરતાનો તહેવાર શરુ થઇ ગયો છે. ત્યારે અમદાવાદના ભદ્ર મંદિરમાં પ્રથમ વાર ગરબાનું આયોજન થયું. સીએમ ભૂપેન્દ્ર પટેલે મા ભદ્રકાળીની આરતી કરી. અને ભદ્રના ચોકમાં ગરબા રમાયા.

 

આ પણ વાંચો: Surat : 31 કરોડમાં બનેલા કોઝવેને 14 કરોડના ખર્ચે રીપેર કરવાનું કામ સ્થાયી સમિતિમાં મંજુર

આ પણ વાંચો: Air Force Day Parade: રાફેલ, મિગ અને મિરાજ કરશે આકાશમાં ગર્જના, 1971ની જીતનાં રંગમાં રંગાશે આકાશ, દેશનું માથુ ગર્વથી થશે ઉંચુ

Click on your DTH Provider to Add TV9 Gujarati