વિશ્વ વંદનીય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 99મી જન્મજ્યંતિ પ્રસંગે પાદરાના ચાણસદ ગામમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. પ્રમુખ સ્વામી મહારાજની જન્મભૂમિ ચાણસદ ગામને ધજા-પતાકાઓથી શણગારવામાં આવ્યું. આ ઉપરાંત વિવિધ મીઠાઈ અને વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે હરિભક્તોએ દર્શન કર્યા. કોરોના કાળમાં ભક્તો માટે ઑનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજે પ્રમુખ સ્વામી મહારાજના જીવન કથનની અદભૂત પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવશે.