શું તમને ખબર છે કેમ કહેવામાં આવે છે ભગવાન શિવને મહાકાલ ? વાંચો આ રોચક કથા

બ્રાહ્મણોએ ભગવાન ભોલેનાથને વિનંતી કરી કે, તેઓ તે સ્થાન પર જ નિવાસ કરે. ભક્તોની આસ્થાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને ભોલેનાથે જ્યોતિર્લિંગનું સ્વરૂપ ધારણ કરી ત્યા સ્થાપિત થયા.

TV9 GUJARATI

| Edited By: Hasmukh Ramani

Jul 18, 2021 | 9:39 AM

॥અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા… કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા॥

આજે આપણે જાણીશું કે ભગવાન શિવને શા માટે મહાકાલ કહેવામાં આવે છે. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં બિરાજમાન છે ભોલેનાથ. અહી ભોલેનાથની ભસ્મ આરતી થાય છે, જેના દર્શન માટે લાખો ભક્તો અહી આવે છે. મહાભારત, શિવ પુરાણ અને સ્કંદ પુરાણમાં મહાકાલ જ્યોતિર્લિંગનું વર્ણન કરવામાં આવ્યું છે.

મધ્ય પ્રદેશ રાજ્યનું ઉજ્જૈન શહેર પૌરાણિક સમયમાં અવંતિકા નામથી જાણીતું હતું. વાત તે સમયની છે, જ્યારે વેદ પ્રિય નામનો ખૂબ જ તેજસ્વી અને વિદ્વાન બ્રાહ્મણ અવંતિકાપુરીમાં રહેતા હતો. વેદ પ્રિય શિવ ભક્તિમાં લીન રહેતા અને વૈદિક કાર્યોના અનુષ્ઠાનમાં વ્યસ્ત રહેતા. તે સમયે રત્નામલ પર્વત પર દૂષણ નામનો અત્યાચારી રાક્ષસ રહેતો હતો, જે લોકોને ત્રાસ આપતો હતો.

એક દિવસ દૂષણ અવંતિકાપુરી પહોંચ્યો અને તેને વેદ પ્રિય તેમજ અન્ય લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું. દૂષણને બ્રહ્માજી એ એક વરદાન આપ્યુ હતું. તે ઈચ્છતો હતો કે દરેક મનુષ્ય તેમની જ પૂજા અર્ચના કરે અને અન્ય બીજા કોઈ પણ દેવી-દેવતાની આરાધના ના કરે. વરદાનને કારણે તે ખૂબ શક્તિશાળી પણ હતો. પોતાની શક્તિથી તેમણે બધા લોકો માટે મુશ્કેલી ઉભી કરી હતી.

દૂષણના ઉપદ્રવથી શિવ ભક્ત બ્રાહ્મણ ડર્યા નહીં. ભગવાન શિવમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા બ્રાહ્મણોએ ભોલેનાથની પૂજા શરૂ કરી અને ધ્યાનમાં લીન થઈ ગયા. દૂષણે જ્યારે બ્રાહ્મણોને ભગવાન શિવની પૂજા કરતા જોયા ત્યારે તેમણે બ્રાહ્મણોનો વધ કરવાનો નિર્ણય કર્યો. દૂષણે બ્રાહ્મણોનો વધ કરવા શસ્ત્ર ઉપાડ્યું ત્યારે શિવલિંગની જગ્યા પર એક વિશાળ ઉંડો ખાડો પડ્યો અને તેમાંથી ભયંકર અને પ્રચંડ સ્વરૂપ ઘારણ કરેલા ભગવાન શિવ પ્રગટ થયા.

ભગવાન શિવએ ત્યારબાદ તે રાક્ષસનો વધ કર્યો. ભગવાન શિવના સાક્ષાત દર્શન કરી બધા જ બ્રાહ્મણો ધન્ય થયા. બ્રાહ્મણોએ ભગવાન ભોલેનાથને વિનંતી કરી કે, તેઓ તે સ્થાન પર જ નિવાસ કરે. ભક્તોની આસ્થાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને ભોલેનાથે જ્યોતિર્લિંગનું સ્વરૂપ ધારણ કરી ત્યા સ્થાપિત થયા. આ જ સ્થાન હાલ મહાકાલ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

આ કથા પણ વાંચો : Mythology : શું તમને ખબર છે આજે પણ પૃથ્વી પર હયાત છે શ્રીકૃષ્ણનું હૃદય ! વાંચો આ રોચક કથા

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati