AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Armano Ki Chitthi: પ્રમાણિક ટેક્સ પેયરનો નાણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા

Armano Ki Chitthi: પ્રમાણિક ટેક્સ પેયરનો નાણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 7:36 PM
Share

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાના મોરચે બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને શિક્ષણથી લઇને ખેડૂત સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે.

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાને લઇને બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને બાળકોના શિક્ષણ સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે. બજેટને લઈને દેશભરના લોકો નાણાનંત્રીને પત્ર લખી રહ્યા છે. જેમાં છત્તીસગઢ રાયપુરનો રહેવાસી દેવેન્દ્ર કે જે સુપરમાર્કેટમાં મેનેજર વિભાગમાં કામ કરે છે તમેણે નાણાપ્રધાનને પત્ર લખ્યો છે, આવો જાણીએ અરમાનો કી ચિઠ્ઠીમાં તેમણે નાણા પ્રધાનને શુ કહ્યું.

આ પણ વાંચો : Armano Ki Chitthi: નાના વેપારીનો ફરીયાદ કરતો નાણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા

દેવેન્દ્ર લખે છે કે ”છત્તીસગઢ રાયપુરનો રહેવાસી છું. અહીં એક મોલના સુપરમાર્કેટમાં મેનેજર છું. બેથી અઢી વાગ્યા સુધી લંચનો ટાઇમ હોય છે. આજે મંગળવારનો ઉપવાસ છે. ટાઇમ મળ્યો, તો થયું કે લાવ બજેટ પહેલા તમને મારી વાત કહી દઉં
નાણામંત્રીજી, આ ચિઠ્ઠી એક પ્રામાણિક કરદાતાની છે. સરકાર હંમેશા ઇમાનદાર કરદાતાઓના વખાણ કરે છે.
મને ગર્વ છે કે હું ઇમાનદારીથી ટેક્સ ચુકવું છું.બજેટમાં સરકારે અમારા માટે તાળીઓ પણ પડાવી હતી. પરંતુ નાણામંત્રીજી હવે જરુરિયાત આનાથી કંઇક વધારેની છે. મને મારો પગાર ટેક્સ કપાયા બાદ મળે છે. જેને તમે ટીડીએસ કહો છો.
એટલે કમાણી હાથમાં આવતા પહેલા મારો ઇનકમ ટેક્સ જમા થઇ જાય છે.ત્યારબાદ દરેક ખર્ચા પર જીએસટી ચુકવું છું.
પછી તે કરિયાણું હોય, સ્કૂટરનું પેટ્રોલ હોય,મોબાઇલનું બિલ હોય કે ટીવીનું રિચાર્જ. મારા વપરાશના દરેક ભાગ પર સરકાર ટેક્સ વસૂલે છે

પેટે પાટા બાંધીને અમે જે બચત કરીએ છીએ. તેના રિટર્ન પર પણ ટેક્સ ચુકવું છું. પછી બેંકમાં ડિપોઝિટ હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, નાણામંત્રીજી ઘણાંબધા ટેક્સ લાગે છે અમારી પર અને અમે તે બધા ટેક્સ હસતા મોંઢે ચુકવી દઇએ છીએ…
અમે સમજીએ છીએ કે દેશના જવાબદાર નાગરિક હોવાના લીધે આ અમારી જવાબદારી છે.

પરંતુ મોટાભાગે એ સવાલનો જવાબ નથી મળતો કે જ્યારે મારા જ ટેક્સથી બનેલી ચીજો મને નથી મળતી, રોડ મારા જ ટેક્સથી બને છે અને ટોલ પણ હું જ ચુકવું છું. સરકારી હોસ્પિટલ અને સ્કૂલનું તો કહેવું જ શું.ટેક્સ પણ ભરું છું, ખાનગી હોસ્પિટલ અને સ્કૂલની ફી પણ..

નાણામંત્રીજી આજકાલ મોંઘવારીનો માર પડી રહ્યો છે, રમા ફિલ્મોની શોખીન છે. પહેલા દર મહિને પત્ની રમા અને બાળકોને બે મૂવી બતાવતો, પણ હવે નથી જઇ શકતો.જવા-આવવા, ફિલ્મ જોવા, બહાર ખાવામાં ખિસ્સું ખાલી થઇ જાય છે. શું તમે એટલા લાચાર છો કે આપણા ટેક્સપેયર માટે કંઇ નહીં કરી શકો?

નાણામંત્રીજી શું આવકવેરા છૂટની મર્યાદા 5 લાખ રૂપિયા ન થઇ શકે? તમને તો ખબર જ છે કે ટેક્સેબલ ઇનકમ પાંચ લાખથી એક રૂપિયો પણ વધી જાય તો, ટેક્સ લાગી જાય છે.બચત પર ટેક્સ પ્રોત્સાહન એટલે કે 80Cની મર્યાદા પણ વર્ષોથી નથી વધી. 1.5 લાખની આ લિમિટ તો સેલેરીમાંથી કપાતા EPF, બાળકોની સ્કૂલ ફી અને વીમાના પ્રીમિયમથી જ ભરાઇ જાય છે…

મેં હોમ લોન લઇને ઘર ખરીદ્યું

ELSSમાં પણ ઇન્વેસ્ટ કરુંછું..પરંતુ શું ફાયદો…જ્યારે હું ટેક્સ બેનિફિટનો પૂરો ફાયદો જ ન લઇ શકું..બની શકે તો 80સીની લિમિટને આ વર્ષે વધારી આપજો..તમે તો નવી ટેક્સ વ્યવસ્થા પણ લાવ્યા હતા.એ વાત અલગ છે કે લોકોએ તેને પસંદ ન કરીનાણામંત્રીજી અમારી બચતો પર ટેક્સ છૂટ મળવી જોઇએ આટલો તો હક બને છે અમારો

તમારુ બજેટ કંપનીઓને તો ભરપૂર ફાયદો કરી આપે છે

જુઓ, હવે તો ભારતમાં અમે લોકો પણ અમારી કમાણી પર કંપનીઓ કરતા પણ વધુ ટેક્સ આપીએ છીએ. શું તમને આ અન્યાય નથી દેખાતો ? લખવું તો હજુ ઘણું છે પરંતુ લંચનો સમય સમાપ્ત થઇ ગયો.

દેશભરમાં આવા અનેક કર્મચારીઓ છે જે બજેટમાં વિશેષ લાભ મળે તેવી અપેક્ષા રાખે છે. ત્યારે મહત્વની વાત એ છે કે 1 ફેબ્રુઆરીએ રજુ થવાના બજેટમાં ખેડૂતો માટે કેટલા લાભ છે, કેટલી નવી સ્કિમ છે.

Published on: Jan 17, 2023 07:35 PM
g clip-path="url(#clip0_868_265)">