AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Armano Ki Chitthi: નાના વેપારીનો ફરીયાદ કરતો નાણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાના મોરચે બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને શિક્ષણથી લઇને ખેડૂત સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે.

Armano Ki Chitthi: નાના વેપારીનો ફરીયાદ કરતો નાણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા
Armano Ki Chitthi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 7:48 PM
Share

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાને લઇને બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને બાળકોના શિક્ષણ સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે. બજેટને લઈને દેશભરના લોકો નાણાનંત્રીને પત્ર લખી રહ્યા છે. જેમાં મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો માલિક લખે છે,  આવો જાણીએ અરમાનો કી ચિઠ્ઠીમાં તેમણે નાણા પ્રધાનને શુ કહ્યું.

ગાઝિયાબાદનો રહેવાસી દેવ કુમારનો નાણાપ્રધાનને પત્ર

”હું બેગ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો માલિક છું. અત્યારે હું ફાયર ડિપાર્ટમેન્ટની ઑફિસની બહાર બેઠો છું. હું અહીં નિરાશ થઈને બેઠો છું. અહીંના અધિકારીઓએ મને હેરાન કર્યો છે.મને રાહ જોવાનું કહેવામાં આવ્યું છે…, એટલે હું મારી ફાઈલ લઈને બેઠો-બેઠો રાહ જોઈ રહ્યો છું. ‘સાહેબ’ ક્યારના જમવા ગયા છે, એટલે મને થયું કે, લાવો તમને એક લેટર લખીને મોકલું. હું આ લેટર મારા મોબાઈલમાં લખી રહ્યો છું.”

આ પણ વાંચો : Armano Ki Chitthi : ગૃહિણીનો મોંઘવારીની ફરીયાદ કરતો નાણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા

”મારી ફેક્ટરીમાં સામાન્ય દિવસોમાં, બપોરના બે વાગ્યે, તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ભેગા બેસીને જમે છે. પરંતુ, આજે, મારે ફાયર ડિપાર્ટમેન્ટની ઑફિસેથી કામ પતાવીને સીધા લેબર ડિપાર્ટમેન્ટની ઑફિસે જવાનું છે. ત્યાં મારી એક અરજી અટકેલી છે. ઘણા લાંબા સમયથી મારી અરજી આગળ વધી નથી. અમારા માટે આ કંઈ નવી વાત નથી.”

અમારો અડધો મહિનો તો, આવી સરકારી કચેરીઓના ધક્કા ખાવામાં જતો રહે છે. ક્યારેક પીએફ ઓફિસ તો ક્યારે પોલ્યુશન ડિપાર્ટમેન્ટની ઓફિસે જવું પડે છે. ક્યારે ESICની ઓફિસે ધક્કો ખાવો પડે છે તો ક્યારે ફાયર ડિપાર્ટમેન્ટ વાળા તેડાવી લે છે. અમારે આવા 30થી પણ વધુ ડિપાર્ટમેન્ટમાં હાજરી પુરાવવી પડે છે. અહીં પહોંચો એટલે સિંગલ વિન્ડો સિસ્ટમ અને ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસની વાતોનું સૂરસૂરિયું થઈ જાય છે. આજકાલ તો, પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. મારો બિઝનેસ સાઈડમાં જ રહી ગયો છે.

વધુમાં તે લખે છે કે ”નિર્મલા મેડમ, હું તમને સત્ય જણાવવા માંગું છું. ગયા મહિને મારે એક આકરો નિર્ણય લેવો પડ્યો હતો. આ નિર્ણય લેતી વખતે મારી આંખોમાં આંસું આવી ગયા હતા. મારે નાછૂટકે મારી ફેક્ટરીમાંથી 25 કર્મચારીને નોકરીમાંથી કાઢવા પડ્યા. મારા માટે તો ફેક્ટરીના વર્કર્સ એટલે મારા બાળકો. પરંતુ હું શું કરું..? ફેક્ટરીમાં કામ ના હોય તો, તેમને ક્યાં સુધી સાચવું…? તેમને પરાણે છૂટા કર્યા છે. જો મેં તેમને કાઢ્યા ના હોત, તો બાકીના કર્મચારીઓએ પણ ઘરે બેસવાનો વારો આવ્યો હોત.

તમે તો કહો છો કે, દેશમાં બધું બરાબર ચાલે છે. પરંતુ મારી ફેક્ટરીને હજુ સુધી અગાઉ જેવા ઓર્ડર્સ મળ્યાં નથી. તેની સામે ખર્ચો વધી ગયો છે. દેવું ચઢી રહ્યું છે. નવી લોન મોંઘીદાટ થઈ રહી છે, એટલે તે લેવાની હિંમત નથી ચાલતી…

જો આગામી બજેટમાં ખર્ચ ઘટે તેવા પગલાં લેવામાં આવશે, તો અમારા જેવા નાના ધંધાવાળાને બહુ મોટી મદદ મળશે. અમે તમારી પાસે આટલી અપેક્ષા તો રાખી જ શકીએ અને તે અમારો અધિકાર પણ છે. તમે આપણા દેશનાં નાણાપ્રધાન છો… એટલે તમારા સિવાય બીજું કોઈ અમારી સમસ્યા ઉકેલી શકે એમ નથી. આશા છે, મારો આ લેટર વાંચીને તમે યથાયોગ્ય પગલાં ભરશો.

દેશભરમાં આવી અનેક ધંધાર્થીઓ છે જે બજેટમાં વિશેષ લાભ મળે તેવી અપેક્ષા રાખે છે. ત્યારે મહત્વની વાત એ છે કે 1 ફેબ્રુઆરીએ રજુ થવાના બજેટમાં ખેડૂતો માટે કેટલા લાભ છે, કેટલી નવી સ્કિમ છે.

g clip-path="url(#clip0_868_265)">