Armano Ki Chitthi: વેપારીનો નાણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાના મોરચે બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને શિક્ષણથી લઇને ખેડૂત સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 7:30 PM

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાને લઇને બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને બાળકોના શિક્ષણ સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે. બજેટને લઈને દેશભરના લોકો નાણામંત્રીને પત્ર લખી રહ્યા છે. જેમા દિલ્હીના બલરાજ ખુરાના નાણાપ્રધાનને ચિઠ્ઠી લખી છે, આવો જાણીએ અરમાનો કી ચિઠ્ઠીમાં તેમણે નાણા પ્રધાનને શુ કહ્યું.

આ પણ વાંચો :Armano Ki Chitthi: કામવાળા બહેનનો નાણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા

બલરાજ ખુરાના લખે છે કે, દિલ્હીના સદર બજારમાં મારી દુકાન છે. ગેસની સગડીનો ટ્રેડર છું. દેશના ઘણાં રાજ્યોમાં મારો માલ જાય છે, બજેટ પહેલા તમે મોટા ઉદ્યોગપતિઓને મળો છો. અમારા જેવા નાના વેપારીઓની તો તમારા સુધી ક્યાં પહોંચ હોય? એટલે તમને આ ચિઠ્ઠી લખી રહ્યો છું.

નાણામંત્રીજી કારોબાર મંદીમાં છે. ગેસની સગડી મોંઘી થઇ ગઇ છે અને મોંઘવારી માગને ખાઇ ગઇ છે. ભાવ મેં નથી વધાર્યા. પરંતુ સ્ટીલ અને એલ્યુમિનિયમની કિંમત વધી તો, ફેક્ટરીવાળાના ખર્ચા વધી ગયા ટ્રાન્સપોર્ટર્સે પણ માલભાડા મોંઘા કરી દીધા. થયું એવું કે દુકાન સુધી પહોંચતા ગેસની સગડી 15થી 20 ટકા મોંઘી થઇ ગઇ. હવે મધ્યમ આવકવાળા લોકોએ સગડી ખરીદવાનું ઓછુ કરી દીધું છે.

માગ તૂટી તો આજકાલ ઉધારી પણ લાંબી થઇ રહી છે… પહેલા 30 દિવસમાં પૈસા આવી જતા હતા.. હવે નાના દુકાનદાર 2 થી 3 મહિનાનો સમય માંગે છે. બજારમાં માગ ઓછી, વેચનારા વધુ છે. નુકસાન ઉઠાવીને પણ ઉધારી આપવી પડે છે નહીંતર ગ્રાહક તૂટી જાય છે દુકાન પર કામ કરતા બે છોકરાઓને પણ છૂટા કરવા પડ્યા. વેચાણ જ નથી તો પગાર ક્યાંથી આપું? મેં તેમને કહ્યું છે કે બજેટ બાદ જોઇશું..

નાણામંત્રીજી તમને તો ખબર જ હશે. નિયમ તમે જ બનાવ્યા છે. અમે માલ તો ઉધાર આપીએ છીએ પરંતુ આ બાજુ બિલ બન્યું અને બીજી બાજુ જીએસટીનું મીટર શરુ બિલ બન્યાના બીજા મહિનાની 20 તારીખ સુધીમાં ટેક્સ તો ભરવો જ પડે છે. અમે નાના વેપારીઓ શું કરીએ? ફેક્ટરીવાળાને એડવાન્સ જોઇએ. સમયસર ટેક્સ ન ભરીએ તો પેનલ્ટી લાગે ઘણીવાર તો લોન લઇને ટેક્સ ચુકવવો પડે છે. બેંકવાળા હવે લોન નથી આપતા. કહી રહ્યા છે કે પહેલા કઇંક ડિપોઝિટ લાવો.

નાણામંત્રીજી મને બરોબર યાદ છે કે જીએસટીને સરકારે અમારો દોસ્ત ગણાવ્યો હતો… અમને પણ આનંદ થયો હતો. પરંતુ સાચુ કહું, છેલ્લા પાંચ વર્ષથી આ જ અમારી સૌથી મોટી ઉપાધી બની ગયો છે. જ્યારથી જીએસટી આવ્યો.. બિલ, ઇ વે બિલ બનાવવા માટે કોમ્પ્યુટર લગાવવું પડ્યું. સીએ પણ હવે વધારે પૈસા માંગે છે. આટઆટલી મુસીબતો પછી પણ જ્યારે જીએસટીના અધિકારી આવે.. તો એવી રીતે ધમકાવે છે.. જાણે કે અમે વેપારી નહીં પણ કોઇ ચોર હોઇએ..

અમે તો સરકારનો પ્રત્યેક નિયમ માનીએ છીએ. તો પછી આ ઇન્સ્પેક્ટર રાજ કેમ? શું તમારા સુધી અમારી પ્રાર્થના નથી પહોંચતી? કંઇક તો એવુ કરો જેથી વેપારીઓને જીએસટીથી રાહત મળે, મુસીબત નહીં. સસ્તી લોનની સ્કીમ જ આવી જાય. દેશભરમાં આવા અનેક લોકો છે જે બજેટમાં વિશેષ લાભ મળે તેવી અપેક્ષા રાખે છે. ત્યારે મહત્વની વાત એ છે કે 1 ફેબ્રુઆરીએ રજુ થવાના બજેટમાં ખેડૂતો માટે કેટલા લાભ છે, કેટલી નવી સ્કિમ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">