MONEY9: ફિનટેક કંપનીઓનું બિઝનેસ મોડલ ખતરામાં!

રિઝર્વ બેંકે ફિનટેકને પ્રીપેઇડ કાર્ડ અને વૉલેટ્સ માટે ક્રેડિટ લાઇન આપવા અથવા તો એમ કહીએ કે લોન આપવાથી રોકી દીધી છે. જૂન મહિનાની 20 તારીખે RBI નું આ અંગે એક નોટિફિકેશન આવ્યું અને જાણે કે ફિનટેકના શ્વાસ જ થંભી ગયા.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 05, 2022 | 5:45 PM

MONEY9: સ્ટાર્ટઅપ્સ (START UPS)ના ખરાબ દિવસો જાણે કે સમાપ્ત થવાનું નામ જ નથી લઈ રહ્યાં. હજુ હમણાં સુધી તો એડટેક કંપનીઓ મોટી સંખ્યામાં છટણીઓ, ફંડિંગમાં ઘટાડો અને બિઝનેસ બંધ થવા જેવી સમસ્યાઓનો સામનો કરી જ રહી હતી કે હવે ફિનટેક (FINTECH) કંપનીઓ પર વીજળી પડી છે. રિઝર્વ બેંકે ફિનટેકને પ્રીપેઇડ કાર્ડ અને વૉલેટ્સ માટે ક્રેડિટ લાઈન આપવા અથવા તો એમ કહીએ કે લોન આપવાથી રોકી દીધી છે. જૂન મહિનાની 20 તારીખે RBIનું આ અંગે એક નોટિફિકેશન આવ્યું અને જાણે કે ફિનટેકના શ્વાસ જ થંભી ગયા.

  1. લેજીપે, જ્યુપિટર, Fi, Uni, અર્લીસેલેરી સહિત ડઝનેક ફિનટેક સ્ટાર્ટઅપ્સનો આખો ધંધો જ આ પ્રકારની ક્રેડિટ વહેંચવા પર ટકેલો છે. હવે કારોબારી મૉડલ ખતરામાં આવી ગયું તો તેમના અસ્તિત્વ પર જ સવાલ ઉભા થવા લાગ્યા છે. જ્યારે કમાણી જ નહીં થાય તો લે-ઑફ અને આ સ્ટાર્ટઅપ્સના શટર પણ પડવાના શરૂ થઈ શકે છે.
  2. રિઝર્વ બેંકની આ સખ્તાઈ પાછળ સરકારનો પણ પૂરો સપોર્ટ છે. પરંતુ વાત એ ચર્ચાઈ રહી છે કે છેવટે અચાનકથી ફિનટેક પર આ ચાબુક ચલાવવાની જરૂરિયાત કેમ ઉભી થઇ.
  3. આની પાછળ કેટલાક મોટા કારણો છે. હકીકતમાં બેંકો RBIની સામે એવી ચિંતા વ્યક્ત કરી ચૂકી છે કે લોન આપવામાં આ ફિનટેક નિયમોનું પાલન નથી કરી રહ્યાં.
  4. રિઝર્વ બેંકને મની લોન્ડરિંગનું પણ જોખમ દેખાઈ રહ્યું છે. શક્યતા એવી પણ છે કે આ ફિનટેક તેમના દ્વારા આપવામાં આવી રહેલી લોનનો ખુલાસો નથી કરી રહ્યાં. એટલે લોનનું અંડરરિપોર્ટિંગ થઇ રહ્યું છે.
  5. KYC જેવા ઘણાં મહત્વના નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાની વાતો પણ સામે આવી રહી છે. તાજેતરના સમયમાં જે રીતે આ ફિનટેક કંપનીઓનો બિઝનેસ વધ્યો છે. તેનાથી એ ડર પણ પેદા થઈ રહ્યો છે કે આ ફર્મ કોઈ સેફગાર્ડ વગરના લેડિંગના ધંધામાં છે. ભવિષ્યમાં કોઇ મોટા પ્રશ્નો ઉભા થાય તે પહેલાં જ આને કન્ટ્રોલ કરવા જરૂરી છે.

આ કંપનીઓ કઇ શરતો પર લોન આપી રહી છે? તેના શું નિયમ-કાયદા છે? એ કશું પણ નક્કી નથી.

RBI નો ફિનટેક કંપનીઓ પર સકંજો કસવાનું બીજું પણ એક કારણ છે. અને તે છે ઇન્સ્ટન્ટ લોન આપનારી એપ્સની મનમાની. તમામ કોશિશો છતાં તેમની સામે ફરિયાદો આવવાનું ચાલુ છે. લોકોની સાથે ગેરવર્તણૂક, લોન ચૂકવવાં છતાં હેરાન-પરેશાન કરવાના બનાવો અટકવાનું નામ નથી લઇ રહ્યાં.

આરબીઆઇની સખ્તાઇ બાદ હવે ફિનટેક કંપનીઓના હાથ-પગ ઢિલા પડી ગયા છે. અને તે સરકાર અને રિઝર્વ બેંકને વિનંતીઓ કરવામાં લાગી ગઇ છે.

હવે વાત એ આવે છે કે છેવટે આગળનો રસ્તો શું છે? તો શક્યતા એવી છે કે રિઝર્વ બેંક બધા સ્ટેકહોલ્ડર્સની સાથે ચર્ચા કર્યા બાદ આ સેક્ટર માટે એક વ્યાપક રેગ્યુલેશન લાવી શકે છે. પરંતુ ત્યાં સુધી આ ફિનટેક સ્ટાર્ટઅપ્સને એક મુશ્કેલ સમયમાંથી પસાર થવા માટે તૈયાર રહેવું પડશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">