Breaking News : મુંબઈના પવઈમાં 20 બાળકોને બંધક બનાવનાર આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
Mumbai encounter : મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા આરએ સ્ટુડિયોમાં 20 બાળકોને બંધક બનાવનાર આરોપી રોહિત આર્ય પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. આરોપીના કબજામાંથી બધા બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. પોલીસ એક પછી એક બાળકોને આરએ સ્ટુડિયોની બિલ્ડિંગમાંથી લાવી છે.
મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા, આરએ સ્ટુડિયોમાં 20 બાળકોને બંધક બનાવનાર આરોપી રોહિત આર્ય પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. રોહિત આર્યાએ બંધક બનાવેલા બધા બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. રોહિત આર્યાને ઠાર કરનાર પોલીસ, બંધક બનાવેલા બાળકોને એક પછી એક બહાર લાવી હતી. નોંધનીય છે કે ગુરૂવારે રોહિત આર્યએ સ્ટુડિયોમાં ઓડિશન આપવા આવેલા 100 બાળકોમાંથી 20 બાળકોને સ્ટુડિયોની અંદર જ બંધક બનાવ્યા હતા. ત્યારબાદ તેણે ઘટનાની જાણ કરવા માટે એક વીડિયો જાહેર કર્યો હતો.
અહેવાલો અનુસાર, પવઈના આરએ સ્ટુડિયોમાં છેલ્લા 10 દિવસથી વેબ સિરીઝ માટે ઓડિશન ચાલી રહ્યા હતા. બાળકોને ઓડિશન માટે બોલાવવામાં આવ્યા હતા. ઓડિશન પ્રક્રિયા 10 દિવસથી ચાલી રહી હતી. બાળકો સવારે 10 વાગ્યે ઓડિશન માટે આવતા અને રાત્રે 8 વાગ્યે સ્ટુડિયો છોડી જતા.
પહેલા બાળકોને લંચ બ્રેક આપવામાં આવતો હતો. જોકે, આજે બાળકો લંચ માટે બહાર આવ્યા ન હતા. ત્યારબાદ, માહિતી બહાર આવી કે 20 બાળકોને બંધક બનાવવામાં આવ્યા છે. આ વાતની જાણ થતાં જ હોબાળો મચી ગયો. પરિસ્થિતિની ગંભીરતા જોઈને, પોલીસ સ્ટુડિયો પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી.
