PM મોદીનો ડ્રેસિંગરૂમમાં ભારતીય ખેલાડીઓને મળવાનો જુઓ બીજો નવો વીડિયો, જાણો ખેલાડીઓને શું કહ્યું
અમદાવાદમાં ICC વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં ટીમ ઈન્ડિયાને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. ખેલાડીઓ સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓ તમને જોઈ રહ્યા છે.
પીએમઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારતીય ખેલાડીઓની વાતચીતનો વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા પીએમ મોદીએ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ખભા પર હાથ રાખીને બોલ્યા.
10-10 મેચ જીતીને અહીં આવ્યા છો
પીએમ મોદી કહી રહ્યા છે- તમે લોકો 10-10 મેચ જીતીને અહીં આવ્યા છો. આવું થતું રહે છે. આ પછી વડા પ્રધાને નિરાશ રોહિતને આગળ કહ્યું- હસો ભાઈ, દેશ તમને જોઈ રહ્યો છે, આ બધું થાય છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પીએમ મોદીનો આભાર માન્યો હતો.
ભારતીય ટીમનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થયું
વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 240 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કાંગારૂ ટીમે 42 બોલ બાકી રહેતા 6 વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયન ટીમનો આ છઠ્ઠો વર્લ્ડ કપ હતો. આ હાર સાથે ભારતીય ટીમનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.
તસવીરો જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા
ઓસ્ટ્રેલિયાની ટીમે રેકોર્ડ છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો હતો. હાર બાદ ભારતીય ખેલાડીઓ અને પ્રશંસકોનું દિલ તૂટી ગયું હતું. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની આંખોમાં આંસુ આવી ગયા. તેની તસવીરો જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા.