Domino’s Pizza : લો બોલો, ડોમિનોઝના પિઝામાં નટ અને બોલ્ટ મળી આવ્યા !
પિઝા ટોપિંગ્સ કસ્ટમાઇઝ આધારિત હોય છે, જેમાં ગ્રાહક કોઈ પણ પ્રકારના ટોપિંગ્સ ઉમેરવાનું પસંદ કરી શકે છે. પરંતુ જો આ ટોપિંગ્સ 'હાર્ડ ટોપિંગ્સ' બની જાય તો !
Domino’s Pizza : સામાન્ય રીતે ટોપિંગ્સ સારી રીતે તૈયાર થઈને ગ્રાહકને મળતા હોય છે, પરંતુ જો ટોપિંગ્સ ‘હાર્ડ ટોપિંગ્સ’ બને તો ગ્રાહકની મુશ્કેલી વધી શકે છે. પિઝા માટે લોકોની પહેલી પસંદ ડોમિનોઝ પિઝા હોય છે, પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહિલાએ ડોમિનોઝ પિઝામાં ઓર્ડર કર્યો, તો મહિલાને પીઝામાં ટોપિંગ્સની (Toppings) જગ્યાએ હાર્ડ ટોપિંગ્સ જોવા મળ્યા.
જો કે અડધા પિઝા ખાધા બાદ નટ અને બોલ્ટ નીકળતા મહિલા ખુબ જ ગભરાય ગઈ હતી. તેમણે પિઝાનો ઓર્ડર આપ્યો એ આઉટલેટ પર ફોન કર્યો અને રિફંડ માંગ્યું. જો કે અહેવાલો અનુસાર, આઉટલેટે (Outlet) આ ઘટના અંગે મહિલાની માફી માંગી અને પિઝાના પૈસા પણ પરત કરી દીધા.
સોશિયલ મીડિયા પર વાયરલ
પરંતુ આ હાર્ડ ટોપિંગ્સના પિઝાની (Domino’s Pizza) તસવીરો અગાઉથી જ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, મહિલાએ હાર્ડ ટોપિંગ્સના પિઝાની તસવીરો ઓનલાઈન પોસ્ટ કરીને સ્થાનિક મીડિયા અને સ્થાનિક ખાદ્ય એજન્સીને પણ ટેગ કરી હતી.
તેમણે પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યુ હતુ કે, “કૃપા કરીને પિઝા ખાતા પહેલા તેને બે વાર તપાસો, જો મેં અથવા કોઈએ આ ખાધું હોય તો શું થઈ શકે એ તમે જાણો છો !! ઉપરાંત લખ્યુ કે, ફ્લીટવુડ આરડી નોર્થની (RD North) શાખામાં ડોમિનોઝ પિઝા ઓર્ડર આપતી વખતે સાવચેત રહો.અને વિનંતી કરી કે,આ આરોગ્ય અને સલામતી માટેની ખુબ જ ગંભીર બાબત છે, જેથી આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો.
મળતા અહેવાલ (Report) મુજબ ડોમિનોઝ પિઝાએ ફરિયાદનો જવાબ આપ્યો અને મહિલાની માફી માંગીને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે તેઓએ સ્ટોર પર આ બાબતનું ધ્યાન રાખશે તેની ખાતરી આપી હતી. ઉપરાંત ડોમિનોઝ પિઝાએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, “ડોમિનોઝમાં અમે ગ્રાહકોના સંતોષ અને સલામતીને અત્યંત ગંભીરતાથી લઈએ છીએ.”
આ પણ વાંચો: Viral Video : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ‘રેમ્બો III’ ફિલ્મનો એક સીન થયો વાયરલ, જુઓ મજેદાર વીડિયો
આ પણ વાંચો: 12 Jyotirlinga : સાત જન્મના પાપને નષ્ટ કરશે આ શિવલિંગ ! જાણો ભીમાશંકર જ્યોતિર્લિંગનો મહિમા