AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળાની કડકડતી ઠંડીમાં કારને સ્ટાર્ટ કરતા પહેલા આટલી વાતનુ જરુર ધ્યાન રાખો, એન્જિન ખરાબ થતુ અટકશે

Car Care Tips: શિયાળાની શરુઆત થઈ ચુકી છે અને હવે જેમ જેમ દિવસ વિતતા જશે એમ ઠંડીનુ પ્રમાણ વધતુ જશે. નવેમ્બર અંત અને ડિસેમ્બરમાં ઠંડીનુ પ્રમાણ વધારે રહેશે. ઠંડીના દિવસોમાં કારને સ્ટાર્ટ કરતી વેળા કેટલીક ખાસ વાતોનો ખ્યાલ રાખવો જરુરી છે. જરુરી બાબતનોને નજર અંદાજ કરવા પર કારના એન્જિન પર ખરાબ અસર પડી શકે છે. શિયાળાની ઠંડીના દિવસોમાં કારની ખાસ દેખભાળ રાખવી જરુરી છે.

શિયાળાની કડકડતી ઠંડીમાં કારને સ્ટાર્ટ કરતા પહેલા આટલી વાતનુ જરુર ધ્યાન રાખો, એન્જિન ખરાબ થતુ અટકશે
આટલી વાતનુ જરુર ધ્યાન રાખો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2024 | 4:25 PM
Share

સામાન્ય રીતે આમ તો કારની કાળજી નિયમિત રુપે દરરોજ રાખવી જરુરી છે. પરંતુ ગરમી, ઠંડી અને ચોમાસાના દિવસોને ધ્યાને રાખીને એ પ્રમાણે દેખભાળ રાખવાથી કારની જાળવણી વધારે સારી થઈ શકે છે. જેને લઈ તમારા ખિસ્સાને પડતો નાહકનો ભાર પણ ઘટાડી શકાય છે. શિયાળાની શરુઆત થઈ છે, તો વાત ઠંડા વાતાવરણ કારની સંભાળ રાખવાની કરીશું. કારણ કે ઠંડીના દિવસોમાં સવાર સવારમાં ઓફિસ કે બહારગામ જવા કારને સ્ટાર્ટ કરવામાં સમસ્યા મુશ્કેલી સર્જી શકે છે.

આ પણ વાંચોઃ અરવલ્લીની ગૂમ સગીરાનો 4 વર્ષે ભેદ ઉકેલાયો, હત્યા કરી લાશ ભાદર નદીમાં ફેંકી દીધી, 7ની ધરપકડ

એટલે જ ઠંડીના દિવસોમાં કારને લગતી કેટલીક સામાન્ય જાણકારી રાખવી જરુરી છે. જે સમય અને પૈસા બંનેની બચત કરે છે. ઠંડીનુ પ્રમાણ વધારે અનુભવાતુ હોય છે, એવા દિવસોમાં કારને સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી સર્જાતી હોય છે. વધુ પડતી ઠંડીના કારણે કારનુ એન્જિન પણ ઠંડુ થઈ જતુ હોય છે. આવી સ્થિતિમાં કારને સવારે સ્ટાર્ટ કરતી વેળા સમસ્યા રહેતી હોય છે. કારણ કે પાવરટ્રેન પર ઠંડીની અસર હોય છે.

ઠંડીના દિવસોમાં આ બાબતનુ ધ્યાન રાખો

  • સ્ટાર્ટ કરીને હંકારતા અગાઉ થોડી રાહ જુઓઃ સામાન્ય રીતે કારને ચાલુ કરીને કેટલાક લોકો તુરત કારને હંકારતા હોય છે. પરંતુ ઠંડીઓના દિવસોમાં આવી આદત ભૂલી જાઓ. કારના એન્જિનને સ્ટાર્ટ કર્યા બાદ ત્રીસેક સેકન્ડ રાહ જુઓ. આટલી વાર કાર ચાલુ રહેવાથી ઠંડીની અસરથી પ્રભાવિત રહેલા તમામ પાર્ટસ સામાન્ય રીતે કામ કરવા માટે તૈયાર થઈ જશે. કાર ચાલુ કરો એટલે ઈંધણ અને હવાના મિશ્રણને ધકેલવા માટે ફ્યૂઅલ ઈંજેક્શનનો ઉપયોગ થતો હોય છે. આ કાર્ય યોગ્ય રીતે થવામાં થોડોક સમય લાગી શકે છે. માટે જ કારને તુરત હંકારશો નહીં.
  • શરુઆતમાં સામાન્ય ગતિએ હંકારોઃ એન્જિન સ્ટાર્ટ કર્યાની થોડીકવાર રાહ જોયા બાદ કારને હંકારો ત્યારે ગતિ સામાન્ય રાખો. એન્જિન ગરમ થવાને લઈ તુરત જ ઝડપી ગતિ પકડવાને બદલે સામાન્ય ગતિ પર જ કારને હંકારો. શરુઆતની કેટલીક મિનિટ સામાન્ય ગતિએ કારને હંકારવી એ ડ્રાયવિંગ કરવાની સારી આદતોમાંથી એક માનવામાં આવે છે. જે કારના એન્જિનની સારી જાળવણીનો સારો હિસ્સો બની શકે છે. જેનાથી યોગ્ય રીતે કારનુ એન્જિન ગરમ થઈ શકશે.
  • એન્જિનમાં યોગ્ય ઓઈલનો ઉપયોગ કરોઃ સામાન્ય રીતે કારને સર્વિસ કરાવતી વખતે ઓઈલની પસંદગી કરવા પર પૂરતી કાળજી રાખવામાં આવતી નથી. સારા ટેક્નીશીયનની સલાહ મુજબ કાર પ્રમાણે સારા ઓઈલની પસંદગી કરો. શિયાળાની ઠંડીને ધ્યાને રાખીને ઓઈલની પસંદગી કરો. વધુ ઠંડીના સમયમાં કારને હંકારતા હોવ તો, સિન્થેટિક ઓઈલનો ઉપયોગ સારો માનવામાં આવે છે. જે ઓછા તાપમાનમાં પણ સારી રીતે એન્જિનને ચલાવવા માટે ડિઝાન કરવામાં આવેલ હોય છે. તેમાં ચિકાશ સારી હોય છે.

 ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">